✕

ચોર નિકલ કે ભાગા 2 નેટફ્લિક્સ પર ૧૭ ડિસેમ્બરે આવી રહી છે

24 November, 2026 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચોર નિકલ કે ભાગા’ની સફળતા બાદ હવે એનો બીજો ભાગ ‘ચોર નિકલ કે ભાગા 2’ દર્શકો સમક્ષ આવવા તૈયાર છે

૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચોર નિકલ કે ભાગા’ની સફળતા બાદ હવે એનો બીજો ભાગ ‘ચોર નિકલ કે ભાગા 2’ દર્શકો સમક્ષ આવવા તૈયાર છે.

૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચોર નિકલ કે ભાગા’ની સફળતા બાદ હવે એનો બીજો ભાગ ‘ચોર નિકલ કે ભાગા 2’ દર્શકો સમક્ષ આવવા તૈયાર છે. ફિલ્મમેકરોએ ફિલ્મની રિલીઝ-ડેટ જાહેર કરી દીધી છે. ફિલ્મમાં યામી ગૌતમ, સની કૌશલ અને શરદ કેલકર ફરી એકવાર પોતાની જૂની ભૂમિકાઓમાં જોવા મળશે. જોકે આ વખતે શ્રેયા ચૌધરી નવા સભ્ય તરીકે ફિલ્મ સાથે જોડાઈ છે. 
મૅડૉક ફિલ્મ્સના બૅનર હેઠળ બની રહેલી ફિલ્મમાં આ વખતે ફિલ્મની વાર્તામાં મોટો ફેરફાર જોવા મળશે. પહેલી ફિલ્મમાં વિમાનની અંદર હીરાની ચોરીની વાર્તા દર્શાવવામાં આવી હતી જ્યારે બીજા ભાગમાં ચોરીનો ખેલ ક્રૂઝ શિપ પર જોવા મળશે. આ વખતે વાર્તાનું મુખ્ય કેન્દ્ર એક કીમતી મુગટ હશે. નેટફ્લિક્સે પોતાના સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી દીધી છે કે ‘ચોર નિકલ કે ભાગા 2’ ૧૭ ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. 

yami gautam sunny kaushal entertainment news bollywood news bollywood buzz bollywood netflix