04 October, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામીએ આ પવિત્ર સ્થળે થોડો સમય શાંતિથી વિતાવ્યો હતો તેમ જ માથું ટેકવીને આભાર વ્યક્ત કર્યો હતો.
યામી ગૌતમની આગામી ફિલ્મ ‘નયી નવેલી’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ ૧૬ ઑક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ એને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલરને મળી રહેલા જબરદસ્ત પૉઝિટિવ રિસ્પૉન્સથી ખુશ યામી શુક્રવારે પટના પહોંચી હતી. અહીં તેણે ચાહકો સાથે મુલાકાત કરી અને ફિલ્મના પ્રોમોઝને મળી રહેલી સફળતાની ઉજવણી કરી હતી. આ પછી યામીએ તખત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લઈને ગુરુ મહારાજના આશીર્વાદ લીધા હતા. યામીએ આ પવિત્ર સ્થળે થોડો સમય શાંતિથી વિતાવ્યો હતો તેમ જ માથું ટેકવીને આભાર વ્યક્ત કર્યો હતો.