07 November, 2025 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ
ઇમરાન હાશ્મી અને યામી ગૌતમને લીડ રોલમાં ચમકાવતી ‘હક’ ૧૯૮૫ના પ્રખ્યાત મોહમ્મદ અહમદ ખાન વર્સસ શાહબાનો બેગમ કેસ પરથી પ્રેરિત છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો મહિલાઓના અધિકાર માટે માઇલસ્ટોન સાબિત થયો હતો. આજે રિલીઝ થયેલી આ ફિલ્મનું બુધવારે મોડી સાંજે સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં યામી ગૌતમ ફિલ્મમેકર પતિ આદિત્ય ધર સાથે પહોંચી હતી. આ સમયે યામીએ ગ્રીન કલરની સાડી પહેરી હતી અને તેણે એકદમ સિમ્પલ લુક અપનાવ્યો હતો. યામીના આ સાદગીભર્યા લુકે બધાનાં દિલ જીતી લીધાં હતાં. આ સ્ક્રીનિંગમાં ઇમરાન હાશ્મી, એકતા કપૂર અને અંકિતા લોખંડે જેવાં અનેક સ્ટાર્સ જોવા મળ્યાં હતાં.