06 October, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નૅશનલ અવૉર્ડ વિજેતા અભિનેત્રી યામી ગૌતમે મીડિયા અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સને પોતાની તસવીરો સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન કરવાની અપીલ કરી છે. યામીએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને જાહેર કાર્યક્રમોમાં લેવામાં આવેલી પોતાની તસવીરોને બદલવા અથવા વધુ સારી દેખાડવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ ન કરવાની વિનંતી કરી હતી.
યામીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘મીડિયા માટે એક વિનમ્ર વિનંતી છે. પ્લીઝ જાહેર કાર્યક્રમોમાં લેવામાં આવેલા મારા ફોટોગ્રાફ્સને AI દ્વારા બદલવાનું કે વધુ સારો બનાવવાનું ટાળો. કૃપા કરીને ફોટોગ્રાફ્સનો ઉપયોગ એના મૂળ સ્વરૂપમાં જ કરો. કોઈ વ્યક્તિની જાણકારી અને સંમતિ વિના તેના ફોટોગ્રાફ કે દેખાવમાં AIનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનો ફેરફાર કે હેરફેર કરવી જોઈએ નહીં. મારી વિનંતીનો આદર કરવા બદલ અગાઉથી જ આભાર.’