યામી ગૌતમે હાઉસફુલ થિયેટરમાં છુપાઈને જોઈ ધુરંધર : ધ રિવેન્જ

28 March, 2026 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુરીલી ગૌતમે પોતાના સોશ્યલ મીડિયામાં આ વિડિયો શૅર કર્યો હતો જેમાં યામી દર્શકોની વચ્ચે બેસીને ફિલ્મ માણતી દેખાઈ રહી છે. યામીએ પણ આ વિડિયો પોતાના અકાઉન્ટ પર રીશૅર કર્યો છે. 

યામી ગૌતમે હાઉસફુલ થિયેટરમાં છુપાઈને જોઈ ધુરંધર : ધ રિવેન્જ

‘ધુરંધર : ધ રિવેન્જ’ના ડિરેક્ટર આદિત્ય ધરની પત્ની અને બૉલીવુડ-ઍક્ટ્રેસ યામી ગૌતમે તાજેતરમાં હાઉસફુલ થિયેટરમાં ચૂપચાપ જઈને ‘ધુરંધર : ધ રિવેન્જ’ ફિલ્મ જોઈ. આ દરમ્યાન તે પોતાનો ચહેરો છુપાવતી અને પોતાની બહેન સુરીલી ગૌતમને શાંતિ રાખવાનો ઇશારો કરતી જોવા મળી જેથી આસપાસના દર્શકો તેને ઓળખી ન શકે. આ વિડિયો હવે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
સુરીલી ગૌતમે પોતાના સોશ્યલ મીડિયામાં આ વિડિયો શૅર કર્યો હતો જેમાં યામી દર્શકોની વચ્ચે બેસીને ફિલ્મ માણતી દેખાઈ રહી છે. યામીએ પણ આ વિડિયો પોતાના અકાઉન્ટ પર રીશૅર કર્યો છે. 

yami gautam bollywood buzz dhurandhar bollywood news bollywood gossips bollywood entertainment news