18 April, 2026 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિંતા કરવાની જરૂર નથી અને રામાયણના VFX પર હજી કામ ચાલી રહ્યું છે
નિર્દેશક નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નો પહેલો ભાગ આ વર્ષે દિવાળીમાં થિયેટરોમાં આવશે. થોડા સમય પહેલાં હનુમાન જયંતીના અવસરે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો ત્યારે એની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)ને લઈને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવતા યશે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. યશે જણાવ્યું હતું કે ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર હજી કામ ચાલી રહ્યું છે અને અંતિમ પરિણામ વધુ ઉત્તમ હશે તેમ જ ફિલ્મનું ફાઇનલ વર્ઝન દર્શકોને ચોક્કસ ગમશે.
યશે ફિલ્મના VFX વિશે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આ કામમાં આંતરરાષ્ટ્રીય કંપની જોડાઈ છે અને ફોટો-રિયલિસ્ટિક વિઝ્યુઅલ્સ પર કામ હજી ચાલુ છે. હાલમાં ફિલ્મને શ્રેષ્ઠ સ્તરે પહોંચાડવા માટે ટીમ સતત મહેનત કરી રહી છે. આ ફિલ્મ ઑક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં એટલે કે દિવાળીના સમયે રિલીઝ કરવાની યોજના છે.’