૧.૪ કરોડ ફૉલોઅર્સ ધરાવતો યશ ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક જ વ્યક્તિને કરે છે ફૉલો

18 August, 2026 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશે ખુલાસો કર્યો કે ઇન્સ્ટાગ્રામ પર કરોડો ફૉલોઅર્સ હોવા છતાં તે માત્ર પત્ની રાધિકા પંડિતને જ ફૉલો કરે છે. રાધિકાને જીવનનો સૌથી મહત્ત્વનો આધારસ્તંભ ગણાવતા યશે તેમના સંબંધ વિશે પણ વાત કરી.

યશ અને રાધિકા

યશ હાલમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં યશે પોતાની આગામી ફિલ્મો ઉપરાંત પર્સનલ લાઇફ વિશે વાત કરી છે. આ સમયે યશે ખુલાસો કર્યો હતો કે ઇન્સ્ટાગ્રામ પર તેના ૧.૪ કરોડ રૂપિયાથી વધુ ફૉલોઅર્સ છે, પણ તે માત્ર એક જ વ્યક્તિને ફૉલો કરે છે અને એ છે તેની પત્ની રાધિકા પંડિત.
ઇન્સ્ટાગ્રામ પર માત્ર પત્નીને ફૉલો કરવાના કારણ વિશે વાત કરતાં યશે કહ્યું હતું કે ‘રાધિકા મારી એકમાત્ર દોસ્ત છે અને તેને ફૉલો કરવી પડે છે, નહીં તો ઇન્સ્ટાગ્રામ પર હું ઝીરો થઈ જઈશ. રાધિકા મારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. અમે બન્ને સાથે આગળ વધ્યાં છીએ અને રાધિકા જેવી પત્ની મેળવવા બદલ હું ખૂબ ભાગ્યશાળી છું. તે મારા જીવનનો સૌથી મજબૂત આધારસ્તંભ છે. અમારા સંબંધમાં સૌથી મહત્ત્વની બાબત એ છે અમે કોઈ પણ નિર્ણય સાથે મળીને લઈએ છીએ.’

yash naveen kumar gowda instagram social media entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood