23 November, 2026 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ની રિલીઝને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એની OTT રિલીઝ વિશે પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે.
સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ ૨૭ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મનાં ગીતો અને ટ્રેલરને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એની OTT રિલીઝ વિશે પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મ થિયેટરમાં પ્રદર્શન પૂર્ણ કર્યા બાદ OTT પ્લૅટફૉર્મ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. ફિલ્મના ઑફિશ્યલ પોસ્ટર સાથે આ OTT પ્લૅટફૉર્મનું નામ પણ આપવામાં આવ્યું છે. જોકે નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મ કઈ તારીખે OTT પર રિલીઝ થશે એની જાહેરાત કરી નથી.
સામાન્ય રીતે ફિલ્મો થિયેટર્સમાં ૪૫થી ૬૦ દિવસ પૂરા કર્યા બાદ OTT પર આવે છે. જોકે ‘યે પ્રેમ મોલ લિયા’ પણ આ સમયગાળાની આસપાસ OTT પર સ્ટ્રીમ થશે કે નહીં એ કહેવું અત્યારે મુશ્કેલ છે. ફિલ્મને દર્શકો તરફથી મળતા પ્રતિસાદ પર જ એની OTT રિલીઝની તારીખ નિર્ભર રહેશે.