બે બાળકોની મમ્મી બની ગયેલી ઍક્ટ્રેસ એવલિન શર્મા લગ્નનાં પાંચ વર્ષ પછી લેશે ડિવૉર્સ

04 May, 2026 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવલિન અને તુષાનને એક દીકરી અને એક દીકરો છે અને તેમનો ઉછેર બન્ને મળીને કરવાનાં છે

એવલિને ૨૦૨૧માં ડેન્ટલ સર્જ્યન તુષાન ભિંડી સાથે લગ્ન કર્યાં હતાં

‘યે જવાની હૈ દીવાની’થી લાઇમલાઇટમાં આવનાર ઍક્ટ્રેસ એવલિન શર્માએ લગ્નનાં પાંચ વર્ષ પછી પતિ તુષાન ભિંડીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. એવલિને જ આ વાતનો સ્વીકાર કર્યો છે. એવલિને ૨૦૨૧માં ડેન્ટલ સર્જ્યન તુષાન ભિંડી સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ છેલ્લા થોડા મહિનાથી બન્નેનું વૈવાહિક જીવન ખાસ સારું ચાલી રહ્યું નહોતું જેના કારણે કપલે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. એવલિન અને તુષાનને એક દીકરી અને એક દીકરો છે અને તેમનો ઉછેર બન્ને મળીને કરવાનાં છે. એવલિન પંજાબી-જર્મન છે, જ્યારે તેનો પતિ ગુજરાતી છે પણ સિડનીમાં રહે છે. 

બ્લાઇન્ડ ડેટથી શરૂઆત

એવલિન અને તુષાનની લવ-સ્ટોરીની શરૂઆત ૨૦૧૮માં એક બ્લાઇન્ડ ડેટથી થઈ હતી. બન્નેએ અંદાજે ૩ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં. આ દરમ્યાન સિડની હાર્બર બ્રિજ સામે તુષાને ગર્લફ્રેન્ડ એવલિનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને પછી ૨૦૨૧માં ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં એક પ્રાઇવેટ સમારોહમાં લગ્ન કર્યાં. ૨૦૨૧માં જ તેઓ દીકરીનાં પેરન્ટ્સ બન્યાં અને ૨૦૨૩માં દીકરાનો જન્મ થયો હતો.

evelyn sharma celebrity divorce relationships entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz