22 November, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝરીન ખાનને ખૂબ લગાવ હતો શિર્ડીના સાંઈબાબા મંદિર માટે
ઝાયેદ ખાન અને પત્ની મલાઇકા પારેખની ગુરુવારે વીસમી વેડિંગ-ઍનિવર્સરી હતી. આ દિવસે ઝાયેદ અને પત્ની મલાઇકાએ શિર્ડીના સાંઈબાબાના મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. ઝાયેદ અને મલાઇકા સાથે તેમનો દીકરો જિદાન અને બહેનો સિમૉન, ફારાહ અને સુઝૅન પણ સાંઈબાબાનાં દર્શન કરવા પહોંચ્યાં હતાં. ઝાયેદની મમ્મી ઝરીન ખાનનું સાતમી નવેમ્બરે ૮૧ વર્ષની વયે અવસાન થયું હતું અને શિર્ડીના સાંઈબાબાનું મંદિર તેમની મનપસંદ જગ્યાઓમાંથી એક હતું. આ મંદિર સાથે મમ્મીની યાદગીરી જોડાયેલી હોવાને કારણે અહીં આવીને ઝાયેદ અને તેની બહેન સુઝૅન ખૂબ જ ભાવુક થઈ ગયાં હતાં.
આ ખાસ પ્રસંગે ઝાયેદે સોશ્યલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં લખ્યું હતું કે મારી મમ્મીનો આ મંદિર સાથે અત્યંત નજીકનો નાતો હતો અને પરિવાર માટે આ દિવસ પ્રેમ, શાંતિ અને કૃતજ્ઞતાથી સભર રહ્યો છે. આ સાથે ઝાયેદે સૌ માટે શાંતિ, સમૃદ્ધિ અને કરુણાથી ભરેલી દુનિયાની કામના પણ કરી હતી.