22 November, 2025 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીનત અમાને પોતાના ઘરે કેક અને ફૂલો સાથે ઊજવેલી પારિવારિક બર્થ-ડેની ક્ષણોના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા.
ઝીનત અમાને બુધવારે પોતાની ૭૪મી વર્ષગાંઠ ઊજવી હતી. ઝીનત સામાન્ય રીતે ધામધૂમ વગર શાંતિથી પોતાનો બર્થ-ડે મનાવવાનું પસંદ કરે છે, પરંતુ આ વખતે તેની એક મિત્રે પણ તેના માટે ખાસ પાર્ટી રાખી હતી. આ દરમ્યાન ઝીનતે કેકકટિંગ તો કર્યું જ હતું અને સાથે ખૂબ મજા સાથે ડાન્સ પણ કર્યો હતો. પાર્ટીમાં હાજર અર્ચના પૂરણ સિંહે વિડિયો શૅર કરીને એની અંદરની ઝલક દર્શાવી હતી.
આ વિડિયો શૅર કરતી વખતે અર્ચનાએ જણાવ્યું કે ‘તેણે પાર્ટીમાં ઝીનત સાથે તેના પ્રખ્યાત ગીત ‘દમ મારો દમ’ પર પણ ડાન્સ કર્યો હતો. અર્ચનાએ લખ્યું, ‘હૅપી બર્થ-ડે ઝીનત’ ગઈ કાલે તમારી સાથે ‘દમ મારો દમ’ પર ડાન્સ કરવો મારી સાંજની સૌથી યાદગાર પળ હતી. કાશ, હું એને કૅમેરામાં કૅપ્ચર કરી શકત.’