આ ગીતને કારણે વિવાદમાં ફસાઈ કિંજલ દવે, નહીં ગાઈ શકે તેનુ લોકપ્રિય ગીત,જાણો વિવાદ

03 October, 2022 01:04 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદ સિટી સિવિલ કોર્ટે કિંજલને મોટો ઝટકો આપ્યો છે. `ચાર ચાર બંગડીવાળી ગાડી` ગીતથી લોકપ્રિય બનેલી ગાયિકા કિંજલ આ ગીતને કારણે વિવાદમાં ફસાઈ છે.

કિંજલ દવે (તસવીર: સૌ. ઈન્સ્ટાગ્રામ)

ગાયિકા કિંજલ દવે હાલ મુંબઈમાં ગરબાની રમઝટ બોલાવી રહી છે. એવામાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે કિંજલને મોટો ઝટકો આપ્યો છે. `ચાર ચાર બંગડીવાળી ગાડી` ગીતથી લોકપ્રિય બનેલી ગાયિકા કિંજલ આ ગીતને કારણે વિવાદમાં ફસાઈ છે. હકીકતમાં મ્યુઝિક મેનેજમેન્ટ કંપની સાથે ચાલી રહ્યો કોપીરાઇટનો વિવાદ કિંજલને ભારે પડ્યો છે. કોર્ટે કિંજલ દવે પર આ લોકપ્રિય ગીત ગાવા પર પ્રતિબંધ મુક્યો છે. 

કંપનીએ કોપી રાઇટનો ભંગ થયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. કોર્ટના આદેશ બાદ હવે કિંજલ દવે તેનું આ ગીત નહીં ગાઇ શકે. તેમજ ચેમ્બર જજ આનંદલીપ તિવારીએ આ ગતીને સીડી અને કેસેટના રૂપે ના વેચાવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપીરાઇટ કેસમાં જ્યાં સુધી કોર્ટ કોઈ ચુકાદો ના આપે ત્યાં સુધી લાઈવ કોન્સર્ટમાં પણ કિંજલ દવે આ ગીત ગાઈ શકશે નહીં. 

જાણો સમગ્ર વિવાદ

વર્ષ 2016માં `ચાર ચાર બંગડીવાળી ગાડી` ગીત રિલીઝ થયું હતું. કિંજલ દવેના આ ગીતે સમગ્ર ગુજરાતમાં ધુમ મચાવી હતી. 20 ડિસેમ્બર 2016ના રોજ આરડીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર ગીત અપલોડ કરવામાં આવ્યું હતું. તેના એક વર્ષ બાદ એટલે કે 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેચ લિમિટેડે આના પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના કરી હતી અને 2016ના સપ્ટેમ્બર મહિનામાં તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. 

રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેચ લિમિટેડ અનુસાર કાર્તિક પચેલ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય. કિંજલ દવે પર તેમનો આરોપ છે કે સામાન્ય ફેરફાર કરીને આ ગીતની નકલ કરી છે. આ મામલે કિંજલ દવેને નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ ગાયિકા 23 સપ્ટેમ્બર 2022ના રોજ કેસની સુનાવણીમાં કોર્ટ સમક્ષ હાજર થઇ ન હતી. લોડ કર્યુ હતું.

dhollywood news kinjal dave ahmedabad gujarat news