કડક મિઠ્ઠીની સિઝન 2માં ડાયનેમિક આરતી અને આરોહી તમારું દિલ જીતી લેશે

21 August, 2021 12:38 AM IST  |  Mumbai | Partnered Content

ખૂબ વખણાયેલી પહેલી સિઝન જે એક યુવાન ચંચળ દીકરી જે તેના ટ્વેન્ટીઝમાં છે તેની ધારદાર રમુજ વૃત્તિ ધરાવતી મમ્મી સાથે જે રીતે ટેલિફોનિક વાતચીત કરે છે તેની આસપાસ વણાયેલી છે,  સિઝન 2 આ જ વાતચીતને નવા સ્તરે મૂકે છે

આરોહી પટેલ અને આરતી પટેલ

આરતી અને આરોહી પટેલ, આ મા-દીકરીની જોડીએ ફરી એકવાર ઑડિયન્સને તેમના ધુંઆધાર પરફોર્મન્સથી પ્રભાવિત કર્યા છે અને પાંચ ભાગની તેમની સ્વીટ સિરીઝ કડક મીઠ્ઠીની 2જી સિઝનને અંતે આગામી સિરીઝ માટે વ્યાકુળ કર્યા છે. આ સિરીઝ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ ઓહો ગુજરાતી પર રિલીઝ થઇ છે. ખૂબ વખણાયેલી પહેલી સિઝન જે એક યુવાન ચંચળ દીકરી જે તેના ટ્વેન્ટીઝમાં છે તેની ધારદાર રમુજ વૃત્તિ ધરાવતી મમ્મી સાથે જે રીતે ટેલિફોનિક વાતચીત કરે છે તેની આસપાસ વણાયેલી છે,  સિઝન 2 આ જ વાતચીતને નવા સ્તરે મૂકે છે.

બંન્ને પાત્રો વચ્ચે બહુ સ્ટ્રોંગ બોન્ડ છે અને વાક્ ચાતુર્ય જે આધુનિક અને સમજુ મમ્મી સાથે જંદગીના નવા સેટ-અપમાં, બીજા શહેરમાં ગોઠવાઇ રહેલી દીકરી વચ્ચે ચાલ્યા કરે છે તે તેનો પુરાવો છે. આ સ્ક્રીપ્ટ પુરી મેચ્યોરિટી સાથે હેન્ડલ કરાઇ છે જે ડાયરેક્ટર અનિશ શાહની કમાલ છે અને તેની તાજગી અને મા-દીકરીની વાતચીતમાં રહેલી આધુનિકતા માટે તેને ચોક્કસ પ્રશંસા મળે.  

એક્ટર અને પ્રોડ્યુસર આરતી પટેલને આ સિરીઝની સ્ટોરીઝમાંથી સૌથી વધારે પહેલી સિઝનની સ્ટોરી સુલતાન ગમે છે જ્યાં મયુરીનું પાત્ર ભજવતાં આરતી પટેલ પોતાની દીકરી શિવાંગી એટલે કે શિવાંગીને શાંત પાડે છે તે પણ એવા સમયે જ્યારે તેને રિયલાઇઝ થાય છે કે પેરન્ટ્સ વગરની લાઇફ કેવી હશે. આરતી પટેલે કહ્યું કે, “અમે જ્યારે સ્ક્રીપ્ટ વાંચતા હતા ત્યારે આરોહીને આ ભાગ બહુ ડાર્ક લાગ્યો. પણ કોઇપણ પેરન્ટ પોતાના સંતાન સાથે કરી શકે તેવો આ બેસ્ટ સંવાદ છે. બાળકો ઘણીવાર માતા-પિતાને પરિયાદ કરતાં હોય છે કે તેઓ માતા-પિતા પાસેથી કેવી રીતે સર્વાઇવ થવું તે શીખ્યા જ નથી. આ ઉંમરે પણ હું મારા માતા-પિતાને મિસ કરું છું અને તેનું શું કરવું તે મને સમજાતું નથી. આ દરેક માતા-પિતાની જવાબદારી છે કે તે પોતાના બાળકોને શીખવે કે પોતે નહીં હોય ત્યારે શું કરવું.”

આરોહીને આ સિરીઝ વાસ્તવિક જિંદગીથી બહુ નજીક લાગી અને માટે જે સ્ક્રીપ્ટ પર અભિનય કરવો સહેલો પણ રહ્યો. તેણે કહ્યું કે, “આ પ્રકારની વાતચીત જેમાં આપણે કોઇ ગંભીર વાત કરતા હોઇએ અને અચાનક જ કંઇક ભળતી જ વાતે ચઢી  જઇએ તેવું વાસ્તવિકતામાં થતું હોય છે, તે બહુ રિલેટ કરી શકાય તેવી વાત છે. ઇનફેક્ટ મમ્મી સાથે જ એક્ટિંગ કરવાની હતી એટલે મારે માટે ઇમ્પ્રોવાઇઝેશન પણ સરળ હતું. ”

આરોહીના પેરન્ટ્સ લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે છતાં પણ તેની આગવી સ્ટ્રગલ્સ રહી છે અને તેના પેરન્ટ્સની પણ. આરોહી કહે છે કે, “ઇન્ડસ્ટ્રીમાં જ પેરન્ટ્સ હોવા એક બ્લેસિંગ જેવું છે. મેં મારા પેરન્ટ્સને સફળ અને નિષ્ફળ થતા અને પહેલેથી ફરી શરૂઆત કરતાં જોયા છે. હું બહુ બેલેન્સ્ડ છું અને સફળતા પછી બહુ એક્સાઇટ નથી થતી કે નિષ્ફળતા પછી બહુ દુઃખી નથી થઇ જતી. આ કારણે હું બહુ સિક્યોર પર્સન છું.” 

ગુજરાતી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં થઇ રહેલા ઇનોવેટિવ અને ક્રિએટિવ કોન્ટેટ અંગે આરતી પટેલે કહ્યું કે, “છેલ્લા એક વર્ષમાં લોકોને ઘણા ઓટીટી પ્લેટફોર્મનો  અનુભવ મળ્યો છે ને હવે તેમની પાસે ઘણા વિકલ્પો છે વળી તેઓ ઓરિજીનાલિટીની માંગ કરે છે. સમય બદલાયો છે અને એક સરખી ઘરેડમાં જે કોન્ટેન્ટ બને છે તે હવે લોકોને નથી જોઇતું. મને ઓહો ગુજરાતીનો કોન્સેપ્ટ ગમે છે જે પ્રિમિયમ કોન્ટેન્ટને કેટર કરે છે અને ઑડિયન્સને એ જો જોઇએ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ આપણે એટલું કોન્ટેન્ટ જોયું છે કે ઑડિયન્સ પણ સ્માર્ટ થઇ ગયું છે કે તેમને શું જોવું છે અને શું નથી જોઇતું.”

આરોહીને પણ લાગે છે કે આગામી કેટલાક મહિનાઓ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ક્રુશિયલ છે અને તે તેના આગામી પ્રોજેક્ટ સિનેમામાં રિલીઝ થાય તેની રાહ જોઇ રહી છે. તે ઉમરે છે કે તે ઑડિયન્સના જોરદાર પ્રતિભાવ પછી ત્રીજી સિઝનની પણ રાહ જોઇ રહી છે કારણકે ઑડિયન્સ પણ કડક મીઠ્ઠીના પાત્રો પાસેથી વધુ માંગી રહ્યા છે. તે અંતમાં કહે છે, “વિનુ માસી, કલ્પેશ, ક્રિશ કુમાર, અમરપ્રીત જેવા બીજા પાત્રો પણ તેમાં છે. અમે સ્ક્રીપ્ટની આતુરતાથી  રાહ જોઇએ છે અને તેમાં કંઇ એક્સાઇટિંગ હશે તેની મને ખાતરી છે.” 

dhollywood news aarohi patel