લંડનમાં શૂટ થયેલી ગુજરાતી ફિલ્મ “લાયક નાલાયક”નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને સંગીત ભવ્ય સમારોહમાં લોન્ચ

29 June, 2026 08:05 PM IST  |  Ahmedabad | Bespoke Stories Studio

ફિલ્મના લોન્ચ પ્રસંગ દરમિયાન રજૂ થયેલા ટીઝર, ટ્રેલર અને સંગીતને ઉપસ્થિત મહેમાનો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે ફિલ્મ પ્રત્યે દર્શકોમાં આતુરતા વધુ વધી છે.

લંડનમાં શૂટ થયેલી ગુજરાતી ફિલ્મ “લાયક નાલાયક”નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને સંગીત ભવ્ય સમારોહમાં લોન્ચ

અમદાવાદ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ બની રહેલી ઓમ શિવમ પિક્ચર્સ લિમિટેડ (યુકે)ના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ “લાયક નાલાયક”નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર તેમજ સંગીત અમદાવાદની હોટલ રેડિસન બ્લુ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ, મીડિયા પ્રતિનિધિઓ અને ફિલ્મપ્રેમીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો. ફિલ્મનું વિશેષ આકર્ષણ એ છે કે તેનું અંદાજે 95 ટકા શૂટિંગ લંડનના વિવિધ મનોહર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે, જેના કારણે ગુજરાતી સિનેમાને આંતરરાષ્ટ્રીય કેનવાસ પર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના જાણીતા કલાકારોનો ભવ્ય સમૂહ જોવા મળશે. જેમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, ઓજસ રાવલ, અશ્મિત પટેલ, કિરણ આચાર્ય, કથા પટેલ, સ્મિતા ગોંડકર, આરતી જોશી, શેખર શુક્લા, સુનિલ વિશરાણી, જિતેન્દ્ર ઠક્કર, જીતુ પંડ્યા, ગ્રીવા કંસારા, મયંકા પટેલ, મણિન ત્રિવેદી, મનસુખલાલ ટાંક, લલિત ઠક્કર, રાજ ગણાત્રા, યજ્ઞેશ શર્મા, ગીતા સોલંકી, પૂર્વા શાહ અને શાવર અલી મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

ફિલ્મના નિર્માતા રાજેશ આર. પટેલ, લેખક અને દિગ્દર્શક તન્મય ગોપાલ સેનગુપ્તા તેમજ સહ-નિર્માતા જિજ્ઞેશ પટેલ છે. ફિલ્મનું સંગીત બિપ્લબ દત્તા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે ગીતો જયેશ બારોટ અને અવિનાશ ખત્રીએ લખ્યા છે. ફિલ્મની વાર્તા હેતલ પટેલ, પટકથા અવિક મજુમદાર, ડીઓપી થંબન કે. રમણ, સંપાદન ગુરજેંટ સિંહ, પ્રોડક્શન ડિઝાઇન પાર્થ મજુમદાર, કોરિયોગ્રાફી જગન્નાથ દાસ, પ્રોડક્શન કંટ્રોલર સલીમ મન્સૂરી, મીડિયા અને પ્રમોશન પુનીત આર. ખરે, પબ્લિસિટી ડિઝાઇન અજય ચાંચડીયા અને માર્કેટિંગ પ્રમોશન સી.એમ. ઇવેન્ટ્સ એન્ડ પ્રોમોશન્સ દ્વારા સંભાળવામાં આવ્યું છે.

આ પ્રસંગે ફિલ્મના નિર્માતા રાજેશ આર. પટેલે જણાવ્યું હતું, "લાયક નાલાયક’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ગુજરાતી સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો અમારો પ્રયાસ છે. લંડનમાં વિશાળ સ્તરે થયેલું શૂટિંગ, મજબૂત સ્ટારકાસ્ટ અને ઉચ્ચ કક્ષાનું નિર્માણ દર્શકોને એક અલગ જ અનુભવ આપશે. અમને વિશ્વાસ છે કે ગુજરાતી પ્રેક્ષકો આ ફિલ્મને દિલથી આવકારશે."

ફિલ્મના લેખક અને દિગ્દર્શક તન્મય ગોપાલ સેનગુપ્તાએ જણાવ્યું હતું, "આ ફિલ્મમાં મનોરંજનની સાથે પરિવાર, સંબંધો અને જીવનના મૂલ્યોને સ્પર્શતી એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી કહાની રજૂ કરવામાં આવી છે. દરેક પાત્રને ખાસ રીતે ઘડવામાં આવ્યું છે જેથી પ્રેક્ષકો ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકે. અમે એક એવી ફિલ્મ બનાવી છે જે દરેક વર્ગના દર્શકોને ગમશે."

“લાયક નાલાયક”નું વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે અને ફિલ્મ 24 જુલાઈ, 2026ના રોજ સમગ્ર વિશ્વના સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થશે.

ફિલ્મના લોન્ચ પ્રસંગ દરમિયાન રજૂ થયેલા ટીઝર, ટ્રેલર અને સંગીતને ઉપસ્થિત મહેમાનો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે ફિલ્મ પ્રત્યે દર્શકોમાં આતુરતા વધુ વધી છે.

gujarati film hitu kanodia hiten kumar ojas rawal dhollywood news gujarati mid day