Kasoombo: `ખમકારે ખોડલ સહાય છે...ખમકારે ખોડલ સહાય છે...`

25 January, 2024 06:06 PM IST  |  Mumbai | Nirali Kalani

ઐતિહાસિક ફિલ્મ `કસુંબો`નું ગીત `ખમકારે ખોડલ સહાય છે` મેહુલ સુરતી અને ઐશ્વર્યા મજમુદારે ગાયું છે. જે ગરબાના સ્વરૂપમાં છે.

ફિલ્મ પોસ્ટર

Khamkare khodal sahay chhe: ગુજરાતી ફિલ્મ જગતની બહુચર્ચિત ફિલ્મ `કસુંબો` (Kasoombo film)ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મની કાસ્ટ, સેટ અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયા ઘણી રસપ્રદ અને આકર્ષિત રહી છે. થોડા દિવસો પહેલા બહોળી કાસ્ટ ધરાવતી `કસુંબો` ફિલ્મનું ભવ્ય કાર્યક્રમ યોજી ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે વીરોની ગાથા દર્શાવતી આ ફિલ્મનું ગીત, જે ગરબો સ્વરૂપમાં છે, તે રિલીઝ થયું છે. ગરબાનું નામ છે `ખમકારે ખોડલ સહાય છે (Khamkare Khodal sahay chhe)`. આ ગીતમાં શ્રદ્ધા ડાંગર અને તેની સાથે કેટલીક મહિલાઓ માની આરાધની કરી ગરબા રમતી જોવા મળે છે. 

ઐતિહાસિક ફિલ્મ `કસુંબો`નું ગીત `ખમકારે ખોડલ સહાય છે` મેહુલ સુરતી અને ઐશ્વર્યા મજમુદારે ગાયું છે. જે ગરબાના સ્વરૂપમાં છે. ગીતના દ્રશ્યોમાં પણ ગરબાની રમઝટ જોવા મળે છે. ગરબાનું મુખડું મેહુલ સુરતીના દમદાર અવાજથી થાય છે. ત્યાર બાદ ઐશ્વર્યા મજમુદારના મીઠા ને મધુર અવાજ અને તાલ સાથે ગરબો આગળ ગવાય છે. આ ગરબામાં અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને તેની સાથે કેટલીક સ્ત્રીઓ ગરબાનો આનંદ માણતી દેખાય છે. 

ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ ડિરેક્ટર વિજયગીરી બાવા ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો’ફિલ્મને આવતાં મહિને એટલે કે ફેબ્રુઆરીમાં રિલીઝ કરવા માટે તૈયાર છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. 1 મિનિટ 27 સેકન્ડનું આ ટીઝર દમદાર એક્શનથી ભરપૂર છે. ફિલ્મમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજ સામે દાદુજી બારોટે લડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તા કહેવામાં આવી છે. શેત્રુંજય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલાં 51 અમર બલિદાનની વાર્તાને પડદા પર લાવવા વિજયગીરી ફિલ્મોઝ વર્ષોથી કામ કરી રહ્યું હતું.

ફિલ્મમાં રોનક કામદાર, જય ભટ્ટ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રાગી જાની, ચેતન ધાનાણી, મોનલ ગજ્જર, વિશાલ વૈશ્ય, શૌનક વ્યાસ, તત્સત મુનશી, શ્રદ્ધા ડાંગર સહિતના પ્રતિભાશાળી કલાકારો છે. ફિલ્મ વિજયગીરી બાવાએ ડિરેક્ટર છે, જેઓ અગાઉ ‘21મુ ટિફિન’, ‘મોન્ટુની બિટ્ટુ’ અને મહોતું જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

 

 

gujarati film raunaq kamdar entertainment news ahmedabad nirali kalani