ફોન હૅક થયો હતો કે બચવાનો ડ્રામા? ફિલ્મ `લાલો`ના અભિનેતા કરણ જોષી પર ફરી આક્ષેપ

22 May, 2026 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Karan Joshi controversy: હવે નેહલે જે નવો વિડીયો પોસ્ટ કર્યો છે એમાં તેણે અમૂક પુરાવા રજૂ કરવાની વાત કરી છે. નેહલ કહે છે કે જો તમે એમ કહો છો કે તમારું એકાઉન્ટ હૅક થઈ ગયું હતું તો તરત જ તમને તમારા એકાઉન્ટનું ઍક્સેસ પણ મળી ગયું?

કરણ જોષી અને નેહલ વડોલિયા

Karan Joshi controversy: ગુજરાતી ફિલ્મ લાલોના અભિનેતા કરણ જોષી અને નેહલ વડોલિયા આ બંને વચ્ચેનો ઇન્સ્ટા ચેટ્સનો વિવાદ તો થોભવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદમાં બંને તરફથી પોતાની રીતે વિડિયો દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એક્ટ્રેસ નેહલ વડોલિયા સૌ પ્રથમ દાવો કર્યો હતો કે અભિનેતા કરણ જોષીએ તેને ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ મોકલાવ્યા હતા. નેહલે ઇન્સ્ટાગ્રામ ચેટના સ્ક્રીનશોટ બતાવતો વિડીયો પણ શેર કર્યો હતો. આ મામલો બહાર આવતાં કરણ જોષીએ પણ એક વિડીયો શેર કરીને આ મામલે પોતાનો પક્ષ મૂક્યો હતો અને એમાં તેણે આ આખી ઘટના લગભગ પાંચ મહિના જૂની હોવાનું જણાવ્યું હતું અને સાથે તેણે એમ પણ કહ્યું હતું કે આ વર્ષના જાન્યુઆરી મહિનામાં તેનું એકાઉન્ટ હૅક થઈ ગયું હતું. અને તે સમયે તેના એકાઉન્ટથી અનેક લોકોને મૅસેજ મોકલાયા હતા. જેમાં કોઈની પાસે પૈસાની માગણી કરાઇ હતી તો કોઈ પાસે કામ વિષે મેસેજ કરાયા હતા અને કરણે નેહલે મૂકેલા આરોપ અંગે કહ્યું હતું કે એકાઉન્ટ હેક થયું હતું તે જ સમયે આ બહેનને પણ અયોગ્ય મૅસેજ મોકલવામાં આવ્યા હતા. આમ, કહી એણે પોતે અભદ્ર માગણી ન કરી હોવાની ચોખવટ કરી હતી પરંતુ હવે નેહલે ફરી એક વિડીયો પોસ્ટ કરતાં વિવાદ ફરી વકર્યો છે.

નેહલે પ્રૂફ્સ શેર કરવા કહ્યું 

હવે નેહલે જે નવો વિડીયો પોસ્ટ (Karan Joshi controversy) કર્યો છે એમાં તેણે અમૂક પુરાવા રજૂ કરવાની વાત કરી છે. નેહલ કહે છે કે જો તમે એમ કહો છો કે તમારું એકાઉન્ટ હૅક થઈ ગયું હતું તો તરત જ તમને તમારા એકાઉન્ટનું ઍક્સેસ પણ મળી ગયું? તમારો ફોન હૅક થઈ ગયો હતો તેનું પ્રૂફ આપો. જો તમે એમ કહો છો કે આ સમય દરમિયાન તમારા અન્ય મિત્રોને પણ મેસેજ ગયા હતા તો તેના પુરાવા શેર કરો. એના સ્ક્રીનશોટ પબ્લિક આગળ મૂકો. વળી, નેહલ વિડીયોમાં કહે છે કે તમે મને એમ કહ્યું હતું કે તમારા ફ્રેન્ડે મેસેજ કર્યા છે અને એ ડિસઅપિઅર મોડમાં વાત થઈ હતી આપણી. પછી મેં જ્યારે સવાલ કર્યો કે જે વ્યક્તિ પોતાનો નંબર આપવામાં ડરતો હોય એ પોતાનો ફોન બીજા માણસને કઇ રીતે આપી શકે? ત્યારે એણે એમ કહ્યું હતું કે, `મારા ફ્રેન્ડને મેં ફોન આપ્યો હતો.`

ડિરેક્ટર અંકિત સાખિયા સાથે થયેલ ચેટ્સ પણ બતાવી

નેહલે કરણના ફ્રેન્ડ સાથેની વ્હોટ્સએપ ચેટ (Karan Joshi controversy) પણ બતાવી હતી અને કહ્યું હતું કે તે લોકોએ સોરી કહેવા માટે તેને ગ્રુપ કોલ કર્યો હતો. બાદમાં તેણે ફિલ્મ લાલોના ડિરેક્ટર અંકિત સાખિયા સાથેની ચેટ્સ દેખાડીને દાવો કર્યો કે તેની પાસે આ મેસેજ ડિલિટ કરવાની વિનંતી કરવામાં આવી હતી. એક્ટ્રેસે આગળ કહ્યું છે કે તે સોરી કહેશે એની રાહમાં તેણે પોતે પોસ્ટ એકાઉન્ટમાંથી ડિલીટ કરી તો એટલામાં કરણે ૨૫મી તારીખે વિડીયો શેર કરીને એમ કહ્યું કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું. નેહલે એમ પણ કહ્યું છે કે આ બધાને લીધે તેની છબી તો ખરડાઇ ગઈ ને? `સોરી` અને `ભગવાનના સમ` કહીને વાત દબાવી દીધી. હવે મને ખબર પડી કે આ કંઈક ગંભીર છે. હવે તમારે નક્કી કરવાનું છે કે આમાં સાચું શું અને ખોટું શું? બાકી મારે કંઈ લેવાદેવા નથી. મારે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ કરવું નથી.

આ પહેલા પણ અભિનેત્રીએ સુભાષ ઘાઈ પર આરોપ લગાવ્યા હતા 

નેહલે ઇન્ડસ્ટ્રીના કોઈ વ્યક્તિ પર ગંભીર આરોપ (Karan Joshi controversy) લગાવ્યા હોય એનો આ પહેલો કેસ તો નથી જ. આ પહેલા નેહલે જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર સુભાષ ઘાઈ પર બળજબરીપૂર્વક તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.

નેહલે નવો વિડીયો શેર કર્યો છે હવે સોશિયલ મીડિયા પર પણ લોકો મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક્ટ્રેસના ઘણા ચાહકમિત્રો એને પોતે સાચી હોય તો બિન્દાસ રહેવાનું કહ્યું છે તો બીજે પક્ષે ઘણાએ નેહલ પર આરોપ મૂક્યા છે કે તેણે જાણીતા એક્ટરો પાસેથી પૈસા પડાવવા આવું કર્યું છે.

dhollywood news film lalo taarak mehta ka ooltah chashmah social media instagram bollywood buzz bollywood news bollywood