ક્રિતી સૅનને બૉયફ્રેન્ડ કબીર બહિયા સાથે અબુ ધાબીમાં માણી અલ્ટિમેટ ફાઇટિંગ ચૅમ્પિયનશિપ

28 October, 2025 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિતીએ તેના કબીર સાથેના રોમૅન્ટિક આઉટિંગની તસવીરો શૅર કરી છે

ક્રિતી સૅનન તેનાથી આઠ વર્ષ નાના બિઝનેસમૅન કબીર બહિયા સાથે રિલેશનશિપમાં હોવાની લાંબા સમયથી ચર્ચા છે

ક્રિતી સૅનન તેનાથી આઠ વર્ષ નાના બિઝનેસમૅન કબીર બહિયા સાથે રિલેશનશિપમાં હોવાની લાંબા સમયથી ચર્ચા છે. ક્રિતીએ ક્યારેય આ વાતનો સ્વીકાર નથી કર્યો પણ સાથે-સાથે ક્યારેય આ ચર્ચાનું ખંડન નથી કર્યું. હાલમાં ક્રિતીએ તેના કબીર સાથેના રોમૅન્ટિક આઉટિંગની તસવીરો શૅર કરી છે. તેણે બૉયફ્રેન્ડ કબીર અને વરુણ ધવન સાથે UFC 321 તરીકે ઓળખાતી અલ્ટિમેટ ફાઇટિંગ ચૅમ્પિયનશિપમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટ અબુ ધાબીના એતિહાદ અરીના ખાતે યોજાઈ હતી. ક્રિતીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં કબીર અને વરુણ સાથેની પોતાની તસવીરો પોસ્ટ કરીને કૅપ્શન લખી છે કે ‘અબુ ધાબીમાં ફાઇટ નાઇટ એનર્જી. આ બન્ને સાથે UFC 321નું પાગલપન માણવા માટે એક્સાઇટેડ છું!’

kriti sanon sex and relationships abu dhabi bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news