માર તો મેળે જાવું છે... ઇશાની દવેનું નવું ધુંઆધાર ગીત

02 July, 2021 06:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બે લોક ગીતો જોડીને આ ગીત બનાવાયું છે

લૉકડાઉન પહેલાં યોજાયેલા મેળામાં આ ગીતનું શૂટ થયું છે. 

મારે તો મેળે જાવું છે.... આ એક જાણીતું લોકગીત છે અને આપણે તેને સતત સાંભળ્યું છે. જાણીતા ગાયક પ્રફુલ્લ દવેની દીકરી ઇશાની દવે જે પોતે પણ પૉપ્યુલર સિંગર છે તેણે એક નવા જ અંદાજમાં આ ગીત રજૂ કર્યું છે. વ્હાઇટ નોઇઝે આ ગીત પ્રોડ્યુસ કર્યું છે. લૉકડાઉન પહેલાં યોજાયેલા મેળામાં આ ગીતનું શૂટ થયું છે. 

આ ગીત કરવાનો વિચાર મને 2019થી હતો. અમે બે લોક ગીતોને જોડ્યા છે. માર તો મેળે અને રૂપાળી મેળે હાલ. અમે આ ગીતનું શૂટ પહેલુ લોકડાઉન આવ્યાના થોડા જ સમય પહેલા રાજસ્થાનમાં પૂર્ણ કર્યુ હતું. અને એ લગભગ ઇન્ડિયા નો છેલ્લો લોક મેળો હતો. અમારા શૂટ વખતે કોવિડનો ફેલાવો ઇન્ડિયામાં નહિવત હતો. અમે શૂટ 3 દિવસમાં પૂર્ણ કર્યુ. આ ગીત ઈશાની દવેએ ગાયું છે તથા હરિઓમ ગઢવીએ વધારાના અવાજો આપ્યા છે. ભાર્ગવ પુરોહિતે વધારાના દુહા લખ્યા છે જે ગીતની શરૂઆતમાં આવે છે.

ઇશાની દવેએ કહ્યું કે, " માર તો મેળે એ એક નટખટ મસ્તીભર્યું ગીત છે. આ પ્રકારનું ગીત મેં આજ સુધી નથી ગાયું. આપણી સંસ્કૃતિને  ઉજાગર કરવામાં મારો હંમેશાથી રસ રહ્યો છે અને આપણી લોક સંસ્કૃતિને નવી પેઢી સમક્ષ ફરી લાવવાની મારી હંમેશાથી ઈચ્છા હતી."

 

 

dhollywood news