મલ્હાર ઠાકરે તેની ડ્રીમ ગર્લ પરિણીતીના જન્મદિવસ પર કેવી રીતે પાઠવી શુભેચ્છા, જાણો

22 October, 2021 05:37 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મલ્હાર ઠાકરે જ્યારે પરિણીતીને મળ્યો ત્યારે કર્યુ હતું પ્રપોઝ

મલ્હાર ઠાકર અને પરિણીતી ચોપરા

બૉલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે અનેક બૉલીવૂડ સેલેબ્સ તેણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. ત્યારે ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરે પણ પરિણીતી ચોપરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ડ્રીમ ગર્લની વાત આવે ત્યારે એક જ નામ આવે, એ નામ છે પરિણીતી ચોપરા. એ વાતથી કોઈ અજાણ નથી કે મલ્હારને પરિણીતી પર કેટલો ક્રશ છે અને તે તેણીને કેટલી હદે પસંદ કરે છે. આજે અભિનેત્રી પરિણીતી ચોપરાનો જન્મદિવસ છે ત્યારે અનેક સેલેબ્સ તેના બર્થડે વિશ કરી રહ્યાં છે. મલ્હાર ઠાકરે પણ સોશિયલ મીડિયા પર બ્યુટી ક્વિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મલ્હારે પરિણીતીનો ફોટો શેર કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે, તેમજ તેણીના તમામ સપના પુરા થાય તેવી કામના કરી છે.    

તસવીરઃ મલ્હાર ઠાકર ઈન્સ્ટાગ્રામ

                                               

નોંધનીય છે કે અગાઉ ગુજ્જુ સ્ટાર મલ્હાર ઠાકરે તેની ડ્રીમ ગર્લ અને તેની મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સા સાથે મુલાકાત કરી હતી એટલુ જ નહી પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો હતો. ફિલ્મ જબરિયા જોડીને લઈને કાસ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા અમદાવાદ આવ્યાં ત્યારે મલ્હારે તેની મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ પરિણીતી સાથે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક પર ફોટોઝ શૅર કર્યા હતાં. આ સાથે જ મલ્હારે જાહેરમાં પરિણીતી ચોપરા માટે પ્રેમનો એકરાર કર્યો હતો. ત્યારે તેને કેટલાક ફોટો પણ શેર કર્યા હતા. જે ફોટોઝમાં પરિણીતી ચોપરાને મળવાની ખુશી મલ્હારના ચહેરા પર છલકતી હતી. 

 

dhollywood news gujarat Malhar Thakar parineeti chopra