મલ્હાર ઠાકરની `શું થયું`નો વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર 

17 July, 2021 10:58 AM IST  |  Mumbai | Partnered Content

વિશિષ્ટ પ્રકારની રમૂજ ધરાવતી આ ફિલ્મ કેવળ શેમારૂમીના ગ્રાહકો જ માણી શકશે. ઓટીટી પ્લેટફોર્મ પર `શું થયું`ના રિલીઝની આતુરતાથી વાટ જોઈ રહેલા `છેલ્લો દિવસ` અને `શું થયું`ના વિશ્વભરમાં પથરાયેલા ચાહકો માટે આ જાહેરાત ચોક્કસ આનંદ આપનારી છે

સુપરહિટ કથાનક ધરાવતી આ ફિલ્મ શેમારૂમી જેવા નામવંત પ્લેટફૉર્મ પર રિલીઝ થઈ રહી હોવાને કારણે વિશ્વભરના ચાહકોને આ ફિલ્મ જોવામાં ઘણી સરળતા રહેશે એનો એને આનંદ છે.

એન્ટરટેઈન્મેન્ટની દુનિયામાં અનોખું સ્થાન ધરાવતા શેમારૂમી ડિજિટલ પ્લેટફૉર્મ પર બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ `શું થયું`નું વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર રજૂ થશે. વિશિષ્ટ પ્રકારની રમૂજ ધરાવતી આ ફિલ્મ કેવળ શેમારૂમીના ગ્રાહકો જ માણી શકશે. ઓટીટી પ્લેટફોર્મ પર `શું થયું`ના રિલીઝની આતુરતાથી વાટ જોઈ રહેલા `છેલ્લો દિવસ` અને `શું થયું`ના વિશ્વભરમાં પથરાયેલા ચાહકો માટે આ જાહેરાત ચોક્કસ આનંદ આપનારી છે. `શું થયું`ના વર્લ્ડ પ્રીમિયરના શેમારૂમીના આયોજનને કારણે દર્શકોને પ્રેમ, દોસ્તી અને ખડખડાટ હસાવતી રમૂજના અનોખા ત્રિવેણી સંગમથી આંખો અંજાઈ જાય એવી સુપરહિટ ફિલ્મ જોવા મળવાની છે.
રાજકીય પાર્શ્વભૂમિ પરની રોમાંચક વેબ સિરીઝ `ષડ્યંત્ર`ની રજૂઆતથી `સ્વાગતમ`ના ડિજિટલ પ્લેટફૉર્મ પરના પ્રથમ રિલીઝ સુધી શેમારૂમીના દર્શકોને સારી ગુણવત્તા ધરાવતા પારિવારિક મનોરંજનનો લાભ સતત મળતો રહ્યો છે. મનોરંજનનો અનોખો માહોલ ખડો કરનાર મલ્ટી સ્ટારર  ફિલ્મ `શું થયું` આપણી આસપાસના અનિશ્ચિત વાતાવરણમાં રાહત આપનાર સાબિત થવા ઉપરાંત તમારા દિલ ઓ દિમાગને તરોતાજા કરે છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે બહાર નીકળવું જોખમી સાબિત થઈ શકે એવા માહોલમાં આ મનોરંજનનો લાભ તમને ઘરે બેઠા મળી શકશે. શેમારૂમીનો આ પ્રયાસ નવા દર્શકો માટે તો આ સુપરહિટ ફિલ્મ જોવાની અનોખી તક છે જ, સાથે સાથે આ પ્લૅટફૉર્મ દ્વારા અગાઉ પણ મનોરંજનનો લાભ મેળવનાર દર્શકો જૂનો અનુભવ તાજો કરીને પરિવાર સાથે આ ફિલ્મ માણી શકશે. ધમાલ મસ્તી સાથે ખડખડાટ હસાવતી `શું થયું`નું દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું છે. ફિલ્મના કલાકારોમાં સુપરસ્ટાર મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, કિંજલ રાજપ્રિયા, આર્જવ ત્રિવેદી અને મયુર ચૌહાણ સહિત બીજાનો પણ સમાવેશ છે. આ બહુચર્ચિત ફિલ્મમાં દરેક પ્રસંગે એકબીજાની પડખે ઊભા રહેતા તોફાની પણ સ્વભાવે નિર્દોષ એવા મિત્રોની વાત કેન્દ્રસ્થાને છે.
નિષ્ઠાવાન મૈત્રીની બારીકીઓ ઉપર પ્રકાશ ફેંકતો આ ફૅમિલી ડ્રામા સમગ્ર પરિવારને મનોરંજન આપશે એમાં લેશમાત્ર શંકા નથી. ફિલ્મની વાર્તા ચાર મિત્રો ફરતે આકાર લે છે. ક્રિકેટ રમતી વખતે અકસ્માત થતા મનન (મલ્હાર ઠાકર) યાદશક્તિ ગુમાવી બેસે છે. પોતાની વાગ્દત્તા દિપાલી (કિંજલ રાજપ્રિયા)ને એ નથી ઓળખી શકતો કે પોતાના થનારા લગ્ન વિશે પણ તેને કંઈ કરતાં કંઈ જ યાદ નથી. મનનના યાર દોસ્તો આ પરિસ્થિતિમાંથી કોઈ ઉકેલ કાઢે છે કે કેમ અને મનનની યાદશક્તિ પાછી આવે છે કે કેમ આ જાણવા તમારે ફિલ્મ જોવી રહી. એકબીજા માટે બધું જ કરવા ગાંડાઘેલા થતા મિત્રોની દોસ્તીના ઓવરડોઝમાં કૉમેડીનો તડકો ભળેલો છે.
શેમારૂમી પર `શું થયું`ના વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર વખતે ફિલ્મના બધા જ કલાકાર દર્શકની પ્રતિક્રિયા જાણવા તલપાપડ છે. મલ્હાર અને શેમારૂમીનો નાતો લાંબા સમયથી છે અને આ અભિનેતાએ જે પણ પાત્ર ભજવ્યું છે એમાં એ છવાઈ ગયો છે અને દર્શકોના દિલ પર રાજ કર્યું છે. એનું માનવું છે કે તાજેતરના સમયમાં ઓટીટી પ્લેટફૉર્મ ખાસ્સું લોકપ્રિય થયું છે અને આ પ્લેટફૉર્મને કારણે  કલાકારો દર્શકોની નજરમાં રહી શક્યા છે. સુપરહિટ કથાનક ધરાવતી આ ફિલ્મ શેમારૂમી જેવા નામવંત પ્લેટફૉર્મ પર રિલીઝ થઈ રહી હોવાને કારણે વિશ્વભરના ચાહકોને આ ફિલ્મ જોવામાં ઘણી સરળતા રહેશે એનો એને આનંદ છે.
દર અઠવાડિયે કશુંક નવું આપવા વચનબદ્ધ શેમારૂમી ઢગલાબંધ નવા કન્ટેન્ટ સાથે સજ્જ છે જે ગુજરાતી દર્શકોને જલસા કરાવશે. નાટકો  તેમ જ 500થી વધુ ગુજરાતી સહિત અનેક સુપરહિટ ફિલ્મો અને લોકપ્રિય શોને કારણે સમગ્ર પરિવારને ઘરે બેઠા એન્ટરટેઇન્મેન્ટ મળી રહેશે. દર્શકો આઈફોન, એન્ડ્રોઈડ ફોન તેમ જ અન્ય સ્માર્ટ ડિવાઇસ પર પણ શેમારૂમી  સબ્સ્ક્રાઈબ કરી શકશે. `શું થયું`નું નિર્માણ એમડી  મીડિયા કોર્પ ઍન્ડ બેલવેધરે ફિલ્મ્સ નામના પ્રોડક્શન હાઉસના નેજા હેઠળ મહેશ દાનનવર અને વૈશલ શાહે કર્યું છે.

Malhar Thakar dhollywood news