ઓહો ગુજરાતીનો નવો શો ‘કટિંગ’ હેર કટિંગ સલૂનની હળવી ક્ષણોની વાત કરે છે

30 June, 2021 08:26 PM IST  |  Mumbai | Partnered Content

કટિંગ બે ભાઇઓની વાત છે, આ પાત્ર મયુર ચૌહાણ અને હેમાંગ શાહ ભજવે છે જેઓ પરફેક્ટ લૂક સલૂન ચલાવે છે જે તેમના પિતાએ શરૂ કર્યું હતું. વાતોની શ્રેણીમા કરન્ટ અફેર્સથી માંડીને જિંદગીની આંટીઘૂંટી વિશે વ્યક્તિ શું વિચારે છે તેનો સમાવેશ થાય છે.

મયુર ચૌહાણ અને હેમાંગ શાહ

પ્રતીક ગાંધીની સફળ સિરીઝી વિઠ્ઠલ તીડી પછી હવે પ્રિમિયર ગુજરાતી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઓહો ગુજરાતીના સહ સંસ્થાપક અભિષેક જૈન કહે છે, “લૉકડાઉન દરમિયાન ભારત અને વિશ્વભરમાં રહેલી ગુજરાતી કોમ્યુનિટીએ ભાષામા બનેલા કોન્ટેન્ટમાં રસ દાખવ્યો છે. ઓહો ગુજરાતી તેમની અપેક્ષાઓને પહોંચી વળવા તૈયાર છે અને મનોરંજનનના વિવિધ લાઇન અપ્સ સાથે સજ્જ છે.”

ઓહો ગુજરાતી પર તાજેતરમાં જ લૉન્ચ થઇ છે અભિનવ વૈદ્યની કટિંગ, એક એવો શો છે જેમાં પાંચ એપિસોડ છે અને તે ગુજરાતી ઑડિયન્સમાં પ્રખ્યાત થઇ રહ્યો છે કારણકે તેમાં વાસ્તવવાદી કોન્ટેટ છે અને અમદાવાદના હેર કટિંગ સલૂનમાં થતા પ્રસંગોનું હળવું રમુજી પ્રસ્તુતિકરણ છે.

શોના ડાયરેક્ટર પ્રતીક રાજન કોઠારીએ કહ્યુ કે, “હેર કટિંગ સલૂનની દુનિયા પર બહુ કામ નથી થયું અને માટે જ મારે તેને એક્સપ્લોર કરવું હતું.” કસ્ટમર અને વાળંદની વચ્ચે થતી વાતચીત દરેક એપિસોડમાં એક મેસે સાથે પુરી થાય છે અને આ કોન્ટેન્ટ એવું છે જેની સાથે કોઇપણ જોડાઇ શકે અને તેમને મનોરંજન પણ મળે. કટિંગ બે ભાઇઓની વાત છે, આ પાત્ર મયુર ચૌહાણ અને હેમાંગ શાહ ભજવે છે જેઓ પરફેક્ટ લૂક સલૂન ચલાવે છે જે તેમના પિતાએ શરૂ કર્યું હતું. વાતોની શ્રેણીમા કરન્ટ અફેર્સથી માંડીને જિંદગીની આંટીઘૂંટી વિશે વ્યક્તિ શું વિચારે છે તેનો સમાવેશ થાય છે.

 

“લેખક અભિનવ વૈદ્યએ બે ભાઇઓનું પાત્રાલેખન અફલાતુન કર્યું છે જે આ શોના પ્રોટોગોનિસ્ટ્સ છે, નાયકો છે અને બીજા પાત્રોની આવનજાવન થતી રહે છે. આ સલૂનનો સિદ્ધાંત છે – સુવિધાનું સેટિંગ અને દુવિધાનું કટિંગ. શો માં જે ચીજ સૌથી સારી રીતે કામ કરી જાય છે તે છે તેની સાથે લોકોની રિલેટેબલિટી. ક્યાંક કોઇને કોઇ રીતે તમે પાત્ર સાથે જોડાશો અને સલૂનની દુનિયાની આ જ તો કમાલ છે.”

મયુર ચૌહાણ એવા ભાઇનું પાત્ર ભજવે છે જે પિતાનાં મૂલ્યો સમજે છે તેની સાથે જોડાય છે અને અનુસરે છે. હેમાંગ શાહ નાના ભાઇના પાત્રમાં છે. આ જોડીએ કરસનદાસ પે એન્ડ યુઝમાં પણ કમાલ કરી હતી અને આ કૉમેડી શોમાં પણ તેઓ લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. મયુર ચૌહાણે જણાવ્યું કે, "સની અને તેનો નાનો ભાઇ બૉબી આ બૂટિક સલૂન ચલાવે છે. નાનો ભાઇ મહત્વાકાંક્ષી અને નવી પેઢીનો છે અને તેને જલ્દીથી મોટા થવું છે, વધુ કમાવું છે અને નાનો ભાઇ ક્રિએટિવ સેટિસ્ફેક્શન ચાહે છે અને તેનો મોહ પરફેક્શનનો છે તથા ગ્રાહકોનો સંતોષ જ તેની પ્રાથમિકતા છે. સની હંમેશા વિચારે છે કે ધંધો અને આવડત બંન્ને સંબંધિત છે.”

પ્રતીક રાજન કોઠારીને જ્યારે પૂછ્યું કે મયુર ચૌહાણ અને હેમાંગ શાહને શા માટે કાસ્ટ કર્યા ત્યારે તેમણે ક્હયું કે, “મને મયુર સાથે કામ કરવાનું બહુ કમ્ફર્ટેબલ લાગ્યું કારણકે તેણે મેચ્યોર મોટા ભાઇનું એક જે મર્યાદાવાળું પાત્ર હોય તે સરસ રીતે ભજવ્યું છે. શૂટિંગ દરમિયાન મને તેના પાત્ર અને તેની રિયલ લાઇફ પર્સનાલિટી વચ્ચે પણ સામ્યતા જણાઇ વળી તે પોતે પણ એક સલૂનમાં નિમયિત જવા ટેવાયેલો છે. હેમાંગ શાહ એક સરપ્રાઇઝ એલિમેન્ટ છે જે નામ કમાવવા માટે તત્પર છે તે પણ ટૂંકા ગાળાના કરિયરમાં. તેને માટે તો મટિરીયલ સફળતા જ બધું છે. મોટાભાઇને આંતરિક સંતોષ જરૂરી છે જે એક સંતુષ્ટ ગ્રાહકને જોઇને તેને મળે છે.”  

 

entertainment news Web Series