આંતરરાષ્ટ્રીય WRPN ફિલ્મ ફેસ્ટિવલમાં એકવીસમું ટિફિન ફિલ્મને `આઉટસ્ટેન્ડિંગ એક્સલન્સ` એવોર્ડ એનાયત થયો

28 April, 2021 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એકવીસમું ટિફિન ફિલ્મમાં નિલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદારે અભિનય કર્યો છે

રામ મોરી, વિજયગીરી બાવા તથા ટ્વિંકલ બાવા સાથે

એવોર્ડ વિનિંગ લેખક રામ મોરીના પુસ્તક `મહોતું`ની એક ઓર વાર્તા `એકવીસમું ટિફિન` પરથી વજિયગીરી ફિલ્મોઝે ફૂલ લેન્થ ગુજરાતી ફિલ્મ બનાવી છે. ફિલ્મ એકવીસમું ટિફિન વિમન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ - સ્પ્રિંગ 2021માં ફિચર ડ્રામા કેટેગરીમાં `આઉટસ્ટેન્ડિંગ એક્સલન્સ` એવોર્ડ જીતી છે. એકવીસમું ટિફિન ફિલ્મમાં નિલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદારે અભિનય કર્યો છે. ફિલ્મનાં પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા છે તથા ફિલ્મનો સ્ક્રિન પ્લે રામ મોરી તથા વિજયગીરી બાવાએ સાથે મળીને લખ્યો છે. આ ફિલ્મ એક એવી સ્ત્રી વિશે છે જે ટિફિન બનાવીને વેચવાનું કામ કરે છે અને જ્યારે એક ચોક્કસ વ્યક્તિ માટે ટિફિન બનાવાવનો વારો આવે છે ત્યારે તેની જિંદગીમાં અમુક ફેરફાર આવે છે. સ્ત્રીની લાગણી, ઇચ્છાઓ અને તેને બદલી નાખતી શક્યતાઓને કેન્દ્રમાં રાખીને આ વાર્તા લખાઇ છે અને તેને ફિલ્મી પડદે ઉતારીને આ ભાવનાઓને માત્ર શબ્દોમાં નહીં પણ હવે અભિનયમાં પણ ઉતારવામાં આવી છે.  વિજયગીરી ફિલ્મોઝ સાથે રામ મોરીનું આ ત્રીજું કોલાબરેશન છે. વિજયગીરી ફિલ્મોઝની પહેલી ફિલ્મ હતી પ્રેમજીઃ રાઇઝ ઑફ અ વૉરિયર. ત્યાર બાદ રામ મોરી સાથે લોંગ શોર્ટ ફોર્મેટ ફિલ્મ `મહોતું`થી તેમની જોડી જામી અને પછી  `મોન્ટુની બિટ્ટુ`માં તેમણે ફરી સાથે કામ કર્યું છે. `એકવીસમું ટિફિન` તેમનું ત્રીજું કોલાબરેશન છે.
 
 રામ મોરીએ આ અંગે કહ્યું કે, "સંવેદનાઓને શબ્દોમાં મુકવી અને પછી સ્ક્રીન પર એ જ ભાવ સાથે રજુ કરવી એક અનોખો અનુભવ છે, તેનો અર્ક જળવાય, તેનું સત્વ દર્શકો સુધી પહોંચે તે સૌથી અગત્યનું હોય છે." એકવિસમનું ટિફિન એક માં- દીકરીની વાત છે અને જ્યારે એક સોહામણો યુવક તેમની જિંદગીમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે તેના આધારે આખી વાર્તા આગળ વધે છે.
 
Raam Mori dhollywood news gujarati film