રામ કપૂર બન્યો ૫.૨૧ કરોડ રૂપિયાની લમ્બોર્ગિની લેનારો પહેલો ભારતીય

18 June, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર રામની આ કારની તસવીરો અને વિડિયો વાઇરલ થઈ રહ્યાં છે.

રામ કપૂર

રામ કપૂર પોતાનું સારુંએવું વજન ઘટાડીને ચર્ચામાં આવ્યો હતો અને હવે તે ૫.૨૧ કરોડ રૂપિયાની અલ્ટ્રા-લક્ઝરી હાઇબ્રિડ SUVની ખરીદી કરનારો પહેલો ભારતીય બન્યો છે. સોશ્યલ મીડિયા પર રામની આ કારની તસવીરો અને વિડિયો વાઇરલ થઈ રહ્યાં છે. 

રામ કપૂરે તાજેતરમાં એક અલ્ટ્રા-લક્ઝરી કાર લમ્બોર્ગિની ઉરુસ SE ખરીદી છે, જેની કિંમત ૫.૨૧ કરોડ રૂપિયા છે. આ હાઇબ્રિડ SUVની બેઝિક કિંમત ૪.૫૭ કરોડ રૂપિયા છે, પરંતુ રામે એને ખાસ કસ્ટમાઇઝેશન સાથે લીધી છે એટલે એની કિંમત વધી ગઈ છે. 

રામ કપૂરને લક્ઝરી કારનો બહુ જૂનો શોખ છે. તેની પાસે પહેલેથી જ ઘણી હાઈ-ઍન્ડ કાર્સ છે, જેમાં BMW અને મર્સિડીઝ જેવી બ્રૅન્ડ્સનો સમાવેશ થાય છે. લમ્બોર્ગિની ઉરુસ SE તેના કલેક્શનમાં અત્યાર સુધીની સૌથી મોંઘી અને ખાસ કાર છે. આ હાઇબ્રિડ SUV પોતાની સ્પીડ, ડિઝાઇન અને ટેક્નૉલૉજી માટે જાણીતી છે.

ram kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news