01 May, 2025 06:41 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુનું મંદિર
અઠ્ઠાવીસમી એપ્રિલે સાઉથની સુપરસ્ટાર સમન્થા રુથ પ્રભુની ૩૮મી વર્ષગાંઠ હતી. એ દિવસે સમન્થાના સંદીપ નામના ફૅને પોતાની મનપસંદ ઍક્ટ્રેસનું મંદિર બનાવીને તેને સમર્પિત કર્યું છે. આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લાના અલાપડુ ગામમાં સંદીપે ઍક્ટ્રેસ સમન્થાનું મંદિર બનાવ્યું અને તેના સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું તેમ જ બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે કેક કટ કરી હતી. એ પછી સ્થાનિક બાળકોને ભોજન પણ કરાવ્યું હતું. સંદીપે મંદિરમાં સમન્થાની મૂર્તિ બનાવીને મૂકી છે જેને લાલ સાડી અને ગ્રીન બ્લાઉઝ પહેરાવ્યાં છે અને તે હવે રોજ આ મૂર્તિની પૂજા કરે છે.
પોતાના આ પ્રયાસ વિશે વાત કરતાં સંદીપે કહ્યું હતું કે ‘હું તો બહુ મોટું મંદિર બનાવવા માગતો હતો પણ મારી પાસે એટલા પૈસા નહોતા. હું તેના કામથી બહુ પ્રભાવિત છું અને એટલે જ તેનો ભક્ત બની ગયો છું.’