25 July, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘હૅરી પૉટર’ સિરીઝ
‘હૅરી પૉટર’ સિરીઝની ફિલ્મોને સારી એવી સફળતા મળી છે. આ સિરીઝની પહેલી ફિલ્મ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી અને આ વર્ષે એને પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સિલ્વર જ્યુબિલી વર્ષને યાદગાર બનાવવા માટે ‘હૅરી પૉટર’ સિરીઝની તમામ ૮ ફિલ્મો ફરીથી વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ પછી દર્શકો ફરી એક વાર મોટા પડદા પર ‘હૅરી પૉટર’ની જાદુઈ દુનિયાનો અનુભવ કરી શકશે. આ તમામ ૮ ફિલ્મો ૨૭ ઑગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ માટેની ટિકિટનું બુકિંગ ૩૧ જુલાઈથી શરૂ થશે. ‘હૅરી પૉટર’ ફિલ્મ-સિરીઝ લેખિકા જે. કે. રોલિંગની લોકપ્રિય નવલકથાઓ પર આધારિત છે.