નો સંસ્કારી જેમ્સ બૉન્ડ

30 September, 2021 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પણ કટ વગર ‘નો ટાઇમ ટુ ડાઇ’ને પાસ કરી સેન્સર બોર્ડે

નો ટાઇમ ટુ ડાઇ

જેમ્સ બૉન્ડની ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઇ’ને એક પણ કટ કર્યા વગર સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવી છે. ૨૦૧૫માં આવેલી ‘સ્પેક્ટ્રે’ને એ સમયના ચૅરપર્સન પહલાજ નિહલાણી દ્વારા ઘણાં દૃશ્યો કટ કરીને રિલીઝ કરવામાં આવી હતી. એ વખતે કિસિંગ સીન પણ કાઢી નાખવામાં આવ્યો હતો. એને લઈને સોશ્યલ મીડિયામાં ઘણી ટીકા કરવામાં આવી હતી. તેમ જ જેમ્સ બૉન્ડને પણ સંસ્કારી જેમ્સ બૉન્ડ કહેવામાં આવી રહ્યો હતો. જોકે આ વખતે એક પણ કિસિંગ સીનને કાઢવામાં નથી આવ્યો. આ ફિલ્મમાં ઘણાં ઍક્શન અને રોમૅન્ટિક દૃશ્યો છે, પરંતુ એમ છતાં સેન્સર બોર્ડે એક પણ દૃશ્યને કાઢવા માટે નથી કહ્યું. આ ફિલ્મ બે કલાક અને ૪૩ મિનિટની છે અને એને ૨૦ સપ્ટેમ્બરે  U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ પહેલી જેમ્સ બૉન્ડની ફિલ્મ છે જેને 3Dમાં રિલીઝ કરવામાં આવી રહી છે. ઇન્ડિયામાં એને ૧૭૦૦થી વધુ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવશે.

 

james bond entertainment news hollywood news daniel craig