હૉલીવુડની ફિલ્મમાં દિશા પાટની

02 June, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિશા પાટની હવે હૉલીવુડની ફિલ્મમાં ઍક્ટિંગ કરતી જોવા મળશે. આ એક સુપરનૅચરલ ઍક્શન-થ્રિલર ફિલ્મ છે

દિશા પાટણી

દિશા પાટની હવે હૉલીવુડની ફિલ્મમાં ઍક્ટિંગ કરતી જોવા મળશે. આ એક સુપરનૅચરલ ઍક્શન-થ્રિલર ફિલ્મ છે. ‘હોલીગાર્ડ્સ’ નામની આ ફિલ્મથી ઑસ્કર વિજેતા ડિરેક્ટર કેવિન સ્પેસી લગભગ બે દાયકા બાદ ડિરેક્શનમાં કમબૅક કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ મેક્સિકોમાં થયું છે અને એમાં ઘણા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ જોવા મળશે.  થોડા સમય પહેલાં દિશાનો શૂટિંગ દરમ્યાનનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. મળતી માહિતી પ્રમાણે દિશા આ વર્ષે જાન્યુઆરીમાં મેક્સિકોમાં હતી અને તેણે આ શૂટિંગમાં ભાગ લીધો હતો. આ દિશાનો પહેલો ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ નથી. આ પહેલાં તે જૅકી ચૅન સાથે ‘કુંગ ફુ યોગા’માં પણ જોવા મળી ચૂકી છે.

bollywood entertainment news Disha Patani hollywood news