મુળ ગુજરાતી હૉલીવૂડ અભિનેતા કાલ પેન ગે હોવાનો ખુલાસો, ગજરાતી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા

01 November, 2021 08:08 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

તેમનુ મુળ નામ કલ્પેન મોદી છે. કાલ પેન (Kal Penn) ગુજરાતી ફિલ્મ અને તારક મહેતામાં કામ કરવા માગે છે.

કાલ પેન (તસવીરઃ સૌ. કાલ પેન ઈન્સ્ટાગ્રામ)

મુળ ગુજરાતી હૉલીવૂડ અભિનેતા ( Hollywood Actor) કાલ પેને ગે હોવાનો ખુલાસો કર્યો છે. તે મુળ ગુજરાતના વડોદરાના છે, તેમનુ મુળ નામ કલ્પેન મોદી છે. કાલ પેન (Kal Penn) ગુજરાતી ફિલ્મ અને તારક મહેતામાં કામ કરવા માગે છે. આ દરમિયાન કાલ પેને ગે હોવાની કબુલાત કરી છે. તેના પાર્ટનરનું નામ જોશ છે. બંને 11 વર્ષથી રિલેશનશિપમાં છે.  કાલ પેન અને જોશની સગાઈ થઈ ગઈ છે અને લગ્ન થવાના છે. કાલ પેન યુએસ પ્રમુખ બરાક ઓબામાના સ્ટાફમાં પણ હતા.

કાલ પેને તેમના પુસ્તક `યુ કાન્ટ બી સિરિયસ`માં  તેના પાર્ટનર જોશ વિશે વાત કરી હતી. તે અને જોશ 11 વર્ષ પહેલા એક બીયર બારમાં મળ્યા હતા. પોતાના પુસ્તક વિશે કેટલાક મીડિયા હાઉસ સાથે વાત કરતાં પેને કહ્યું હતું કે તેને પોતે પણ તેની સમલૈંગિકતા વિશે ખૂબ મોડેથી ખબર પડી, પરંતુ કોઈને પણ પોતાના વિશે આવું કંઈક જાણવાનો કોઈ નિશ્ચિત સમય નથી. મને ખુશી છે કે હું હવે આ વિશે જાણું છું.

44 વર્ષીય કાલ પેને સૌપ્રથમ તેના માતા-પિતા અને કેટલાક નજીકના મિત્રોને તેના સમલૈંગિક સંબંધો વિશે જાણ કરી હતી. એક ભારતીયની જેમ જ તે પરિવારની હાજરીમાં લગ્ન કરશે. 

દૈનિક ભાસ્કર ડૉટ કોમના અહેવાન પ્રમાણે કાલ પેને જણાવ્યું હતું કે `એકવાર તે તેના ભારતીય માતાપિતા અને તેના દક્ષિણ એશિયાઈ સમુદાયને કહે છે કે તે અભિનેતા બનવા માંગે છે, તે પછી તેને બીજું કંઈપણ કહેવું ખૂબ જ સરળ છે. તે (માતા-પિતા)ફક્ત `ઓકે` જેવા જવાબ આપે છે. હું ખૂબ નસીબદાર છું કે મને આટલો સપોર્ટ મળ્યો છે.`

પિતાનું નામ સુરેશ મોદી

કાલ પેનના પિતાનું નામ સુરેશ મોદી છે, તેઓ મૂળ ગુજરાતના વડોદરાના છે અને તેઓ વ્યવસાયે એન્જિનિયર છે. તેમની માતા અશ્મિતા ભટ્ટ ખેડા, ગુજરાતની છે. તેઓ બાળપણની રજાઓમાં ગુજરાત આવ્યા છે. કાલ પેન ગુજરાતી બોલી શકે છે અને તેણે ગુજરાતી સિનેમામાં કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. થોડા સમય પહેલા તેણે કહ્યું હતું કે તે લોકપ્રિય ટીવી શો `તારક મહેતા કા ઉલ્ટા` ચશ્માનો ભાગ બનવા માંગે છે.

મીરા નાયરની `નેમસેક`થી મળી ઓળખ

કાલ પેનને મીરા નાયરની `નેમસેક` થી ઓળખ મળી. આ ફિલ્મમાં તેણે તબ્બુ અને ઈરફાન સાથે કામ કર્યું હતું. આ સિવાય તેમની કેટલીક પ્રખ્યાત ફિલ્મો `હાઉસ`, `ડેઝિગ્નેટેડ સર્વાઈવર`, `ધ ગર્લ ઇન ધ ફોટોગ્રાફ`, સ્પીચ અને `ડિબેટ` છે. તે ધ બિગ બેંગ થિયરી અને હાઉ આઈ મેટ યોર મધર જેવા ટીવી શોમાં પણ જોવા મળ્યા છે. તેમણે હેરોલ્ડ અને કુમાર ફિલ્મ શ્રેણીમાં `કુમાર પટેલ`નું ભારતીય પાત્ર ભજવ્યું હતું. 2018માં તેની ફિલ્મ `આશ્રમ` આવી, જેમાં રાધિકા આપ્ટે તેની કો-સ્ટાર હતી.


કાલ પેને વ્હાઇટ હાઉસમાં કામ કર્યું હતું
કાલ પેને બરાક ઓબામાના ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લીધો હતો. જ્યારે ઓબામા અમેરિકાના પ્રમુખ બન્યા, ત્યારે કાલ પેને બે વર્ષ માટે જાહેર જોડાણના એસોસિયેટ ડિરેક્ટર તરીકે વ્હાઇટ હાઉસમાં સેવા આપી હતી. કાલ પેન ડોનાલ્ડ ટ્રમ્પની `અમેરિકા ફર્સ્ટ` નીતિના કટ્ટર વિરોધી હતા. તે પોતે ઇમિગ્રન્ટ પરિવારમાંથી આવ્યો હતો, તેથી તે ઇમિગ્રન્ટ સમુદાયની દુર્દશાને સારી રીતે સમજી શક્યો હતો, તેણે સીરિયન શરણાર્થીઓ માટે ભંડોળ ઊભું કર્યું હતું.

hollywood news gujarat vadodara entertainment news