જેમ્સ બૉન્ડ માટે હવે મારી ઉંમર નથી રહી : ડેનિયલ ક્રેગ

24 August, 2021 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે આ ફિલ્મ માટે ખૂબ જ સ્ટન્ટ કરવા પડે છે અને તેની બૉડી હવે સ્ટન્ટને પહેલાં જેટલું રિસ્પૉન્ડ નથી કરી રહી

જેમ્સ બૉન્ડ માટે હવે મારી ઉંમર નથી રહી : ડેનિયલ ક્રેગ

ડેનિયલ ક્રેગનું કહેવું છે કે જેમ્સ બૉન્ડ બનવાની તેની ઉંમર હવે નથી રહી. જેમ્સ બૉન્ડમાં ખૂબ જ સ્ટન્ટ હોય છે અને એને કારણે ડેનિયલ ક્રેગ કહે છે કે આ પાત્ર યુવાન દ્વારા ભજવાવું વધુ હિતાવહ છે. ડેનિયલ ક્રેગની જેમ્સ બૉન્ડ તરીકેની છેલ્લી અને પાંચમી ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઇ’ કોરોનાને કારણે ઘણી વાર પોસ્ટપોન થઈ છે, જે હવે આઠ ઑક્ટોબરે અમેરિકામાં રિલીઝ થઈ રહી છે. સર રોજર મૂર સૌથી વધુ સમય માટે જેમ્સ બૉન્ડ બનનારા ઍક્ટર હતા. જોકે આ રેકૉર્ડ હવે ડેનિયલ ક્રેગના નામે છે. ૨૦૦૬માં આવેલી ‘કસીનો રૉયલ’માં તેના બે દાંત તૂટી ગયા હતા. ૨૦૦૮માં આવેલી ‘ક્વૉન્ટમ ઑફ સોલેસ’માં તેની આંગળી કપાઈ ગઈ હતી. ‘નો ટાઇમ ટુ ડાઇ’માં તેના પગની ઘૂંટીમાં ફ્રૅક્ચર આવ્યું હતું. આ વિશે વાત કરતાં ડેનિયલ ક્રેગે કહ્યું હતું કે ‘હું હજી પણ મારાથી શક્ય બને એટલા સ્ટન્ટ કરું છું, કારણ કે મને એ કરવું ગમે છે. હું જેમ્સ બૉન્ડ પહેલાંથી પણ એ કરતો આવ્યો છું. જોકે હવે મારી ઉંમર વધી રહી છે. પહેલાં હું જે રીતે ઍક્શન કરતો હતો એ હવે મારાથી નથી થતી. મેં જ્યારથી બૉન્ડ ફિલ્મની શરૂઆત કરી હતી ત્યારથી હું દરેક ફિલ્મ પર ઇન્જર્ડ થઈ રહ્યો છું. આ મારી છેલ્લી ફિલ્મ છે. હવે અન્ય કોઈ ઍક્ટરે જેમ્સ બૉન્ડ બનવું રહ્યું.’

hollywood news entertainment news