ડિવૉર્સ બાદ હું રોડ પર રહું છું : જેસન મોમોઆ

12 January, 2024 06:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ઍક્વામૅન’ અને ‘ફાસ્ટ એક્સ’ માટે જાણીતો છે. તે હાલમાં ડૉક્યુ સિરીઝ ‘ઑન ધ રોમ’માં કામ કરી રહ્યો છે.

જેસન મોમોઆ

જેસન મોમોઆનું કહેવું છે કે ડિવૉર્સ બાદ તે રોડ પર રહે છે. ‘ઍક્વામૅન’ અને ‘ફાસ્ટ એક્સ’ માટે જાણીતો છે. તે હાલમાં ડૉક્યુ સિરીઝ ‘ઑન ધ રોમ’માં કામ કરી રહ્યો છે. તેણે લિસા બોનેટ સાથે હાલમાં જ ડિવૉર્સ લીધા છે. આ વિશે વાત કરતાં જેસન મોમોઆએ કહ્યું કે ‘મારી પાસે હાલમાં કોઈ ઘર નથી. હું રોડ પર રહું છું. હું હંમેશાં ગમે તે જગ્યાએ જોવા મળું છું. મને જોઈને હમણાં લોકો અવાચક થઈ જાય છે. તેમને થાય છે કે હું અહીં તેમના હોમટાઉનમાં શું કરી રહ્યો છું. જોકે મને સામાન્ય માણસ સાથે રહેવું પસંદ છે અને હું મારા કામ પર પણ ફોકસ કરું છું. મારે લાંબા સય સુધી આ બિઝનેસમાં રહેવું હોય તો મારી અંદર એ કુતૂહલ હોય એ જરૂરી છે.’

entertainment news hollywood news