જેનિફર ઍનિસ્ટન અને રીઝ વિધરસ્પૂન જેવી હૉલીવુડની સુંદરીઓ ભારત આવવા માટે થઈ તલપાપડ

23 September, 2025 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેનિફર ઍનિસ્ટન અને રીઝ વિધરસ્પૂન જેવી હૉલીવુડની ટોચની ઍક્ટ્રેસિસે હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું

જેનિફર ઍનિસ્ટન અને રીઝ વિધરસ્પૂન

જેનિફર ઍનિસ્ટન અને રીઝ વિધરસ્પૂન જેવી હૉલીવુડની ટોચની ઍક્ટ્રેસિસે હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ બન્ને ભારતથી પ્રભાવિત છે અને ભારતની મુલાકાત લેવા તલપાપડ છે. જેનિફરે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે તે ખાસ આધ્યાત્મિક અનુભવ માટે ભારત આવવા ઇચ્છે છે અને ભારતમાં તેની આગામી યાત્રા મેડિટેશન અને મૌન સાધના પર કેન્દ્રિત હોઈ શકે છે.
આ વાતચીત દરમ્યાન રીઝે પણ ભારતમાં વિતાવેલા સમયની યાદો શૅર કરી અને કહ્યું, ‘હું ફરીથી જવા ઇચ્છું છું. હું ખૂબ નસીબદાર હતી કે મને ત્યાં એક ફિલ્મનું શૂટિંગ કરવાનો મોકો મળ્યો. મેં લગભગ ૨૨ વર્ષ પહેલાં મીરા નાયર સાથે ‘વૅનિટી ફેર’ નામની ફિલ્મ કરી હતી. એ અદ્ભુત હતી અને હું ત્યાં ફરી જવા ઇચ્છું છું.’

hollywood news entertainment news india