29 December, 2025 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લિયોનાર્ડો ડિકૅપ્રિયોની ફાઇલ તસવીર
લોકપ્રિય હૉલીવુડ-ઍક્ટર લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે મારી સ્ટેપમધર સિખ ધર્મની અનુયાયી છે. એક ઇન્ટરવ્યુમાં લિયોનાર્ડોએ જણાવ્યું હતું કે તેની સાવકી મમ્મી પૅગી ડિકૅપ્રિયો અમૃતધારી સિખ છે અને પરંપરાગત સિખ વસ્ત્રો તેમ જ પગડી પહેરે છે. રિપોર્ટ પ્રમાણે તેણે થોડાં વર્ષો પહેલાં જ પગડી પહેરવાની શરૂઆત કરી છે. પૅગી અને તેમનો પરિવાર અમેરિકામાં સિખ ધર્મ ફેલાવનાર યોગગુરુ યોગી ભજનના અનુયાયીઓ છે અને તેમની પ્રેરણાથી જ તેમણે સિખ ધર્મ અપનાવ્યો છે.
પૅગી ડિકૅપ્રિયોએ ૧૯૯૫માં લિયોનાર્ડોના પપ્પા જ્યૉર્જ ડિકૅપ્રિયો સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાંથી તેમને એક દીકરો ઍડમ ફેરાર થયો, જે લિયોનો સાવકો ભાઈ છે. પૅગી જ્યૉર્જની બીજી પત્ની છે. લિયોનાર્ડો જ્યારે એક વર્ષનો હતો ત્યારે જ્યૉર્જે તેની મમ્મી ઇર્મેલિન ઇન્ડેનબર્કેનને ડિવૉર્સ આપી દીધા હતા.