12 March, 2024 06:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑસ્કર અવૉર્ડ ૨૦૨૪
રવિવાર દસ માર્ચે આયોજિત ૯૬મો ઑસ્કર અવૉર્ડ ૨૦૨૪ હૉલીવુડ સેલિબ્રિટીઝને નામ રહ્યો. આ સેરેમનીમાં ‘ઓપનહાઇમર’ છવાયેલી રહી હતી. આ ફિલ્મને કુલ સાત અવૉર્ડ મળ્યા છે. આ ફિલ્મ પરમાણુ બૉમ્બ બનાવનાર પર આધારિત હતી. ફિલ્મને ક્રિસ્ટોફર નોલને ડિરેક્ટ કરી હતી. તેમને પહેલી વખત ઑસ્કર અવૉર્ડ મળ્યો છે. ઇન્ડિયન દર્શકો ડિઝની + હૉટસ્ટાર પર આ અવૉર્ડ સેરેમની જોઈ શકશે. આ અવૉર્ડ સેરેમનીમાં ‘RRR’નું ‘નાટુ નાટુ’ ગીત ફરીથી છવાઈ ગયું હતું. દેશ અને દુનિયાને એના હુક સ્ટેપ પર નચાવનાર આ ગીતને ઑસ્કર અવૉર્ડમાં ફરી એક વખત દેખાડવામાં આવ્યું હતું. યુક્રેનના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે જ્યારે ત્યાંની ફિલ્મને ઑસ્કર અવૉર્ડ મળ્યો હોય. બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર ફિલ્મ માટે યુક્રેનની ‘20 ડેઝ ઇન મારિયુપો’ને અવૉર્ડ મળ્યો છે.