આર્ટ-ડિરેક્ટર નીતિન દેસાઈને ઑસ્કરમાં અપાઈ શ્રદ્ધાંજલિ

12 March, 2024 06:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના પર વધી રહેલા કરજને કારણે કર્જતમાં આવેલા તેમના ND સ્ટુડિયોમાં તેમણે ગયા વર્ષે સુસાઇડ કર્યું હતું.

નીતિન દેસાઈ

રવિવારે લૉસ ઍન્જલસના ડૉલ્બી થિયેટરમાં ઑસ્કર અવૉર્ડ યોજવામાં આવ્યો હતો. એ સેરેમનીમાં આપણા દેશના ફેમસ આર્ટ-ડિરેક્ટર અને પ્રોડ્યુસર નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઑસ્કરના મેમોરિયમ સેગમેન્ટમાં તેમની સાથે ટીના ટર્નર અને મૅથ્યુ પેરીને પણ યાદ કરવામાં આવ્યાં હતાં. નીતિન દેસાઈની વાત કરીએ તો તેમને બેસ્ટ આર્ટ ડિરેક્શનના ચાર નૅશનલ અવૉર્ડ મળ્યા હતા. બૉલીવુડની ફિલ્મો માટે ભવ્ય સેટ બનાવવા માટે તેઓ જાણીતા હતા. તેમના પર વધી રહેલા કરજને કારણે કર્જતમાં આવેલા તેમના ND સ્ટુડિયોમાં તેમણે ગયા વર્ષે સુસાઇડ કર્યું હતું. નીતિન દેસાઈએ ‘જોધા અકબર’, ‘લગાન’, ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી અનેક ફિલ્મોના સેટ બનાવ્યા હતા.

કઈ ફિલ્મને અને કોને કયો અવૉર્ડ મળ્યો એના પર નજર નાખીએ

બેસ્ટ ઍક્ટર

સિલિયન મર્ફી, ‘ઓપનહાઇમર’

બેસ્ટ ઍક્ટ્રેસ

એમ્મા સ્ટોન, ‘પુઅર થિંગ્સ’

બેસ્ટ ડિરેક્ટર

ક્રિસ્ટોફર નોલન, ‘ઓપનહાઇમર’

બેસ્ટ પિક્ચર

‘ઓપનહાઇમર’

બેસ્ટ ફિલ્મ એડિટિંગ

‘ઓપનહાઇમર’

બેસ્ટ સિનેમૅટોગ્રાફર

‘ઓપનહાઇમર’

બેસ્ટ સ્કોર

‘ઓપનહાઇમર’

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર

રૉબર્ટ ડાઉની જુનિયર, ‘ઓપનહાઇમર’

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ

ડેવિન જૉય રૅન્ડૉલ્ફ, ‘ધ હોલ્ડઓવર્સ’

બેસ્ટ ઍનિમેટેડ શૉર્ટ

 ‘વૉર ઇઝ ઓવર’

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન

‘પુઅર થિંગ્સ’

બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇન,

‘પુઅર થિંગ્સ’

બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર

‘ધ ઝોન ઑફ ઇન્ટરેસ્ટ’

બેસ્ટ સાઉન્ડ

‘ધ ઝોન ઑફ ઇન્ટરેસ્ટ’

બેસ્ટ સૉન્ગ

‘વૉટ વૉઝ આઇ મેડ ફૉર’, ‘બાર્બી’

બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર

‘20 ડેઝ ઇન મારિયુપો’

બેસ્ટ શૉર્ટ ફિલ્મ (લાઇવ ઍક્શન)

‘ધ વન્ડરફુલ સ્ટોરી ઑફ હેન્રી શુગર’

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ

‘ગૉડઝિલા માઇનસ વન’

 

hollywood news entertainment news oscar award