12 March, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉન સીના
રેસલર અને ઍક્ટર જૉન સીનાએ ઑસ્કર અવૉર્ડમાં કપડાં વગર પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા. તેને બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇનનો અવૉર્ડ પ્રેઝન્ટ કરવાનો હતો. જૉન સીનાનો આ લુક તો હંમેશાં યાદ રહેશે. તે આવી રીતે સ્ટેજ પર શું કામ આવ્યો એ કોઈને સમજમાં નહોતું આવતું. સ્ટેજ પર લોકોની ભાગદોડ મચી ગઈ હતી. કેટલાક લોકો એક લાંબી ચાદર લઈને દોડતા આવ્યા અને જૉન સીનાની આસપાસ વીંટાળી દીધી હતી. જોકે તે સાવ ન્યુડ નહોતો. તેણે લંગોટ પહેરેલી હતી. વાત એમ છે કે ઑસ્કરને હોસ્ટ કરતા જિમી કિમલે એક ઘટનાનું વર્ણન કર્યું હતું કે પચાસ વર્ષ પહેલાં એક જણ સેરેમનીમાં કપડાં વગર ઘૂસી આવ્યો હતો. એ જ વખતે જૉન સીના સ્ટેજના એક ખૂણામાં ઊભો હતો અને કપડાં વગર તે આગળ આવ્યો હતો અને એક એન્વલપથી પોતાને કવર કરવાની સાથે જ બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇનના અવૉર્ડની જાહેરાત કરી હતી.