Marvelની નવી ફિલ્મ ‘કૅપ્ટન અમેરિકા’માં દેખાયા PM નરેન્દ્ર મોદી? લોકોએ કહ્યું...

21 February, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PM Narendra Modi look alike character featured in Marvel: ‘કૅપ્ટન અમેરિકા: બ્રેવ ન્યૂ વર્લ્ડ’માં પીએમ મોદી જેવો દેખાતો વ્યક્તિ દર્શકોના તરત જ નજરે પડી ગયો હતો. જેથી આ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મના સીનની કેટલીક તસવીરો શૅર કરી.

પીએમ મોદી દેખાયા કૅપ્ટન અમેરિકાની ફિલ્મમાં (તસવીર: સોશિયલ મીડિયા)

દુનિયાની સૌથી પ્રખ્યાત સુપર હીરો ફિલ્મો બનાવતા માર્વેલ સ્ટુડિયોની નવી ફિલ્મ, ‘કૅપ્ટન અમેરિકા: બ્રેવ ન્યૂ વર્લ્ડ’ હાલમાં જ રિલીઝ થઈ છે. જોકે આ ફિલ્મે બીજા દેશો કરતાં ભારતમાં વધારે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે આ ફિલ્મમાં ભારતની એક એવી વ્યક્તિ પર આધારિત પાત્ર દર્શાવવામાં આવ્યું હતું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ પાત્ર બીજું કોઈ નહીં પણ ભારતના વડા પ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્ર મોદી સાથે સમાનતા ધરાવવાની સાથે તેમના જેવુ દેખાતું પણ પણ હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવી દેખાતી વ્યક્તિ ફિલ્મમાં થઈ ફીચર

‘કૅપ્ટન અમેરિકા: બ્રેવ ન્યૂ વર્લ્ડ’માં પીએમ મોદી જેવો દેખાતો વ્યક્તિ દર્શકોના તરત જ નજરે પડી ગયો હતો. જેથી આ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મના સીનની કેટલીક તસવીરો શૅર કરી અને કહ્યું કે શું ભારતીય વડા પ્રધાન માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (MCU) માં દેખાયા હતા. નેટીઝન્સે ફિલ્મમાં અભિનેતા હર્ષ નૈય્યરે ભજવેલા ભારતીય વડા પ્રધાન કપૂર રોલની સરખામણી ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી છે.

આ ફિલ્મમાં હિન્દ મહાસાગરમાં નવી શોધાયેલી દુર્લભ ધાતુ પર રાજદ્વારી ચર્ચાની આસપાસ કેન્દ્રિત એક મહત્ત્વપૂર્ણ સીનમાં, એક ભારતીય નેતા ટેબલ પર બેસેલા જોઈ શકાય છે. તેમનો સફેદ કુર્તો, ઑરેન્જ જેકૅટ અને સુઘડ રીતે કાપેલી સફેદ દાઢીએ તરત જ દર્શકોને પીએમ મોદીની યાદ અપાવી હતી. વડા પ્રધાન કપૂરના ફિલ્મમાં બતાવવાથી ઑનલાઈન અટકળો અને મનોરંજન શરૂ થઈ ગયું છે. આ અંગે સોશિયલ મીડિયા પર મીમ્સ અને ચર્ચાઓ પણ શૌર થઈ છે જેથી આ ટ્રેન્ડિંગ વિષય બન્યો છે.

ફિલ્મમાં આ રોલ પ્લે કરનાર અભિનેતા હર્ષ નૈય્યર છે, જેણે હૉલિવુડ અને ભારતીય સિનેમામાં લાંબી અને વૈવિધ્યસભર કારકિર્દી ધરાવતા અનુભવી કલાકાર છે. જોકે ફિલ્મના દિગ્દર્શક જુલિયસ ઓનાહે સ્પષ્ટતા કરી કે આ પાત્ર કોઈ વાસ્તવિક દુનિયાના રાજકારણીથી પ્રેરિત નથી. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ફિલ્મ તાજેતરની કોઈપણ રાજકીય ઘટનાઓ પહેલા વિકસાવવામાં આવી હતી અને તેનો હેતુ ફક્ત એક આકર્ષક સુપરહીરો અને રાજકીય થ્રિલર ફિલ્મ બનાવવાનો હતો, કોઈ રાજકીય ટિપ્પણી કરવાનો નહીં. જોકે ચાહકોએ ફિલ્મમાં પાત્રના "કૅમિયો" વિશે મજાક કરવાનું શરૂ જ રાખ્યું છે.

નૈય્યરેની વાત કરીયે તો તેઓ દિલ્હીમાં જનમ્યા હતા. તેમણે સૌપ્રથમ બૅન કિંગ્સલી અભિનીત ગાંધી (૧૯૮૨) માં નાથુરામ ગોડસેનું પાત્ર ભજવીને ઓળખ મેળવી હતી. વર્ષોથી, તેમણે ૫૦ થી વધુ પ્રોડક્શન્સમાં અભિનય કરીને એક પ્રભાવશાળી ફિલ્મોગ્રાફી બનાવી. તેમના કેટલાક નોંધપાત્ર હૉલિવુડ કૅમિયોમાં ઇઝી મની (૧૯૮૩), ડેસ્પરેટલી સીકિંગ સુસાન (૧૯૮૫), મૅન ઇન બ્લૅક (૧૯૯૭) અને હિડાલ્ગો (૨૦૦૪)નો સમાવેશ થાય છે. તેમનું કાર્ય ટેલિવિઝન સુધી પણ વિસ્તર્યું છે, જેમાં તેમણે બોસ્ટન લીગલ, ધ અધર ટુ અને ભારતીય વેબ સિરીઝ ‘સાયબર વાર - હર સ્ક્રીન ક્રાઈમ સીન’માં પણ ભૂમિકાઓ ભજવી છે.

narendra modi marvel captain america hollywood news social media entertainment news