એક્શન ફિલ્મ `હેડ ઑફ સ્ટેટ`માં MI6 એજન્ટના રૉલમાં જોવા મળશે પ્રિયંકા ચોપડા

22 June, 2025 07:10 AM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

Priyanka Chopra Upcoming Film Head of State: જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ, બ્રિટનના પ્રધાનમંત્રી અને એક નિડર MI6 એજન્ટ એક જ વૈશ્વિક સંકટ સામે જોડાઈ, ત્યારે શું થાય? ભયાનક એક્શન, ધમાકેદાર સ્ટંટ્સ, વિસ્ફોટક દ્રશ્યો અને હલકી-ફૂલકી ડ્રામા, બધું એક સાથે!

હેડ ઑફ સ્ટેટ ફિલ્મમાં પ્રિયંકા ચોપડનો સીન

જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ, બ્રિટનના પ્રધાનમંત્રી અને એક નિડર MI6 એજન્ટ એક જ વૈશ્વિક સંકટ સામે જોડાઈ જાય, ત્યારે શું થાય? ભયાનક એક્શન, ધમાકેદાર સ્ટંટ્સ, વિસ્ફોટક દ્રશ્યો અને હલકી-ફૂલકી ડ્રામા, બધું એક સાથે! પ્રાઇમ વીડિયો પર આવનારી એક્શન-થ્રિલર ફિલ્મ `Head of State` માં દેશી ગર્લ અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા જોનસ નોયેલ બિસેટ તરીકે એક MI6 એજન્ટના ધાંસૂ અવતારમાં જોવા મળશે. તાજેતરમાં જ પ્રિયંકાએ જાણીતા અમેરિકન ટૉક શો હોસ્ટ જિમી ફૉલન સાથે આ ફિલ્મને લઈને ખાસ ચર્ચા કરી હતી, જેમાં તેણે શૂટિંગ દરમિયાનના અનેક મજેદાર અને યાદગાર પળો શેર કરી.

પોતાના પસંદીદા અમેરિકન ટૉક શો હોસ્ટ સાથે વાતચીત દરમિયાન ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા જોનસે પોતાની આગામી એક્શન થ્રિલર ફિલ્મ `હેડ ઑફ સ્ટેટ` વિષે અનેક રસપ્રદ વાતો શૅર કરી. તેણે ફિલ્મના નિર્માણથી લઈને શૂટિંગ દરમિયાન થયેલા પ્રેન્ક્સ, સહ કલાકાર ઇદ્રિસ એલ્બા અને જોન સીના સાથે બનેલી બોન્ડિંગ અને શૂટિંગ દરમિયાન થયેલી એક યાદગાર ઇન્જરી વિશે ખૂલીને વાત કરી. પ્રિયંકાએ જણાવ્યું કે એ એક્શનથી ભરેલી ફિલ્મ હતી અને તે ખરાબ રીતે ઘવાયાં છતાં પણ પોતાનું બેસ્ટ પરફોર્મ કરવાનું ન છોડ્યું. તેણે હસતા હસતા કહ્યું, “જ્યારે હું દુનિયા બચાવી રહી હતી, ત્યારે મારી આઈબ્રોની એક સાઈડ ઉડી ગઈ હતી!” આ દુરઘટનાની એક ઝલક તેણે એક્સક્લૂસિવ તસવીર રૂપે ફેન્સ સાથે પણ શૅર કરી અને જણાવ્યું કે એ ઈજા હવે તેમના સૌથી મનપસંદ સ્કાર્સ (જખમના નિશાન)માંની એક છે.

ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપડા જોનસે પોતાની આગામી ફિલ્મ `હેડ ઑફ સ્ટેટ` ના શૂટિંગ દરમિયાન થયેલી ખતરનાક ઘટના અંગે એક જબરદસ્ત ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, “શોટ માટે મેદાન પર પડીને મારે રોલ થવાનું હતું, અને એ પણ વરસાદમાં. કેમેરા મારો ક્લોઝઅપ લેતો હતો અને તેમાં મેટ બોક્સ લગાવેલ હતું. કેમેરા ઑપરેટર થોડીક નજીક આવી ગયો અને હું પણ થોડું આગળ વધી ગઈ, એ જ સમયે કેમેરાના એક તીક્ષ્ણ ખૂણે મારી આઈબ્રોની એક સાઈડ ઉડાડી નાખી.” પ્રિયંકાએ આગળ કહ્યું, આઇબ્રોના બદલે મારી આંખમાં પણ ઇજા થઈ શકી હોટ, પણ હું અભારી છું કે માત્ર આઈબ્રો જ ગઈ. મેં તરત જ સર્જિકલ ગ્લૂ લગાવ્યું અને આઇબ્રોને ચોંટાડી દીધી... અને એ દિવસની શૂટિંગ પૂરી કરી લીધી કારણ કે મને ફરીથી વરસાદમાં શૂટ કરવા જવું ન હતું!”

પ્રખ્યાત દિગ્દર્શક ઈલિયા નૈશુલર ની નવી એક્શન-કૉમેડી ફિલ્મ `હેડ ઑફ સ્ટેટ` હવે રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મમાં ઇદ્રિસ એલ્બા, જોન સિના અને પ્રિયંકા ચોપડા જોનસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે પેડી કોન્સિડાઇન, સ્ટીફન રૂટ, કાર્લા ગુગિનો, જેક કુએડ અને સારા નાઈલ્સ જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. એક્શન, હ્યુમર અને ધમાકેદાર ઘટનાક્રમોથી ભરપૂર આ મચ અવેટેડ ફિલ્મ 2 જુલાઈમાં પ્રાઈમ વીડિયો પર હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિત છ ભાષાઓમાં એક્સક્લૂસિવલી સ્ટ્રીમ થવા જઈ રહી છે.

priyanka chopra john cena upcoming movie latest trailers latest films prime video amazon prime hollywood news hollywood film review entertainment news