‘શૅન્ગ-ચી’ ત્રીજી સપ્ટેમ્બરે રિલીઝ થશે ભારતમાં

21 August, 2021 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘શૅન્ગ-ચી ઍન્ડ ધ લેજન્ડ ઑ ધ 10 રિંગ્સ’ માર્વલની પહેલી એવી સુપરહીરો ફિલ્મ છે જેમાં એશિયન હીરોને લીડમાં લેવામાં આવ્યો હોય.

‘શૅન્ગ-ચી’ ત્રીજી સપ્ટેમ્બરે રિલીઝ થશે ભારતમાં

માર્વલની ‘શૅન્ગ-ચી ઍન્ડ ધ લેજન્ડ ઑફ ધ 10 રિંગ્સ’ ૩ સપ્ટેમ્બરે ભારતમાં રિલીઝ કરવામાં આવશે. માર્વલની ‘અવેન્જર્સ : એન્ડગેમ’ બાદ નવા ફેઝની જાહેરાત કરવામાં આવી હતી. આ ફેઝમાં વિવિધ નવા સુપરહીરો અને અગામી ફિલ્મોના પાત્રની સ્પિનઑફ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ‘શૅન્ગ-ચી ઍન્ડ ધ લેજન્ડ ઑ ધ 10 રિંગ્સ’ માર્વલની પહેલી એવી સુપરહીરો ફિલ્મ છે જેમાં એશિયન હીરોને લીડમાં લેવામાં આવ્યો હોય. આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તેલુગુ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં શૅન્ગ-ચીના પાત્રમાં સિમુ લિયુ જોવા મળશે.

hollywood news entertainment news