હિપ્સ ડોન્ટ લાઇ

29 December, 2023 06:31 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

સ્ટૅચ્યુનો જે પોઝ છે એ તેના ગીત ‘હિપ્સ ડોન્ટ લાઇ’ના ડાન્સ સ્ટેપ પરથી છે.

ફેમસ સિંગર શકીરાનો ૨૧ ફીટ લાંબું સ્ટૅચ્યુ

ફેમસ સિંગર શકીરાનો ૨૧ ફીટ લાંબું સ્ટૅચ્યુ કોલંબિયામાં બનાવવામાં આવ્યું છે. કોલંબિયાના બેરેન્કીલામાં તેનું આ સ્ટૅચ્યુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્ટૅચ્યુનો જે પોઝ છે એ તેના ગીત ‘હિપ્સ ડોન્ટ લાઇ’ના ડાન્સ સ્ટેપ પરથી છે. આ સ્ટૅચ્યુને સ્ક્લ્પ્ટર યીનો માર્કીઝ અને તેના સ્ટુડન્ટ્સે બનાવ્યું છે. આ સ્ટૅચ્યુની મુલાકાત લેવા માટે શકીરાના પેરન્ટ્સ પણ પહોંચ્યા હતા. એનો ફોટો શકીરાએ શૅર કર્યો હતો. સાથે જ આ સ્ટૅચ્યુને અનવેલ કરવા માટે બેરેન્કીલાના મેયર પણ હાજર હતા. આ સ્ટૅચ્યુના પગ નજીક શકીરાના જીવનની અગત્યની માહિતી આપવામાં આવી છે. શકીરા કરતી સામાજિક સેવાની માહિતી પણ તેના પર મૂકવામાં આવી છે. આ સ્ટૅચ્યુનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શકીરાએ કૅપ્શન આપી હતી, ‘આ મારા પેરન્ટ્સ સાથે શૅર કરવાની અને એમાં પણ ખાસ કરીને મારી મમ્મીના બર્થ-ડે નિમિત્તે આ શૅર કરવાની મને ખુશી છે. મારા નાનકડા હાર્ટ માટે આ ખૂબ મોટી બાબત છે.’

entertainment news hollywood news shakira