ટૉમ ક્રૂઝને બનાવવી છે હિન્દી ફિલ્મ

20 May, 2025 07:16 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટૉમનો આવો જ એક પ્રમોશનલ ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે જેમાં તેણે ઍક્ટ્રેસ અવનીત કૌર સાથે વાતચીત કરતી વખતે બૉલીવુડ પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો છે.

ટૉમ ક્રૂઝ

હૉલીવુડ સુપરસ્ટાર ટૉમ ક્રૂઝની નવી ઍક્શન ફિલ્મ ‘મિશન ઇમ્પૉસિબલ : ધ ફાઇનલ રેકનિંગ’ ૧૭ મેએ ભારતમાં રિલીઝ થઈ છે.  ટૉમ ક્રૂઝે પોતાના તરફથી આ ફિલ્મનું શક્ય એટલું પ્રમોશન કરવાનો પ્રયાસ કર્યો છે. ટૉમનો આવો જ એક પ્રમોશનલ ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે જેમાં તેણે ઍક્ટ્રેસ અવનીત કૌર સાથે વાતચીત કરતી વખતે બૉલીવુડ પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો છે.

ટૉમે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું છે, ‘મને બૉલીવુડ ફિલ્મો બહુ ગમે છે. તમે ડ્રામા અને કૉમેડી કરતા હો અને અચાનક ગીત શરૂ થઈ જાય એ મને બહુ ગમે છે. ડાન્સ, ગીત અને અભિનયના ક્રાફ્ટનું કૉમ્બિનેશન અનોખું છે અને હું એનો હિસ્સો બનવા માગું છું. હું ભારત આવીને એક બૉલીવુડ-સ્ટાઇલ ફિલ્મ બનાવવા માગું છું, કારણ કે ગીત ગાવાનો અને ડાન્સ કરવાનો અનુભવ ખરેખર મજેદાર હોય છે.’

hollywood news tom cruise bollywood bollywood news entertainment news social media