`હાઉસ એરેસ્ટ` વિવાદ પછી એજાઝ ખાન પર લાગ્યો બળાત્કારનો આરોપ, ફિલ્મમાં કામ આપવાને નામે કર્યું દુષ્કર્મ

06 May, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ajaz Khan booked for rape: ૩૦ વર્ષીય મહિલાએ ‘બિગ બૉસ ૭’ ફેમ અભિનેતા એજાઝ ખાન પર ફિલ્મમાં ભૂમિકા આપવાનું વચન આપીને બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ મુક્યો; મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી

એજાઝ ખાન (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

‘બિગ બૉસ ૭’ (Bigg Boss 7) ફેમ અભિનેતા એજાઝ ખાન (Ajaz Khan)ની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. એક મહિલાએ હવે અભિનેતા એજાઝ ખાન પર બળાત્કારનો આરોપ (Ajaz Khan booked for rape) લગાવ્યો છે. મુંબઈ (Mumbai)ના ચારકોપ પોલીસ સ્ટેશન (Charkop Police Station)ના અધિકારીના જણાવ્યા અનુસાર, 30 વર્ષીય એક મહિલાએ તાજેતરમાં ફરિયાદ નોંધાવી છે કે, એજાઝ ખાને ફિલ્મમાં ભૂમિકા આપવાનું વચન આપીને ઘણી જગ્યાએ તેના પર બળાત્કાર કર્યો હતો. અભિનેતા વિરુદ્ધ બળાત્કાર સંબંધિત ભારતીય ન્યાય સંહિતા (Indian Justice Code)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

અભિનેતા એજાઝ ખાનનું નામ એક પછી એક વિવાદોમાં ફસાઈ રહ્યું છે. તાજેતરમાં જ તેનો રિયાલિટી શો `હાઉસ અરેસ્ટ` (House Arrest) તેના અશ્લીલ કન્ટેન્ટને કારણે વિવાદમાં આવ્યો હતો. હવે એક 30 વર્ષીય મહિલાએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. અહેવાલો અનુસાર, આ મહિલા વ્યવસાયે અભિનેત્રી છે અને તેણે આરોપ લગાવ્યો છે કે એજાઝે તેને ઇન્ડસ્ટ્રીમાં કામ આપવાનું ખોટું વચન આપ્યું હતું. આ આડમાં, તે વારંવાર તેનું જાતીય શોષણ કરતો રહ્યો. હવે આ કેસ મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, એજાઝે તેને કહ્યું હતું કે તે તેના માટે બધી જવાબદારીઓ લેશે. તેને ચિંતા કરવાની જરૂર નથી. એજાઝે એમ પણ કહ્યું હતું ક। તેના ધર્મમાં ચાર લગ્ન કરી શકાય છે. આ સાથે, એજાઝે અભિનેત્રીને ઇન્ડસ્ટ્રીમાં સારું કામ અપાવવાનું પણ વચન આપ્યું હતું. અભિનેત્રીએ એજાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસ હવે આ મામલાની તપાસ કરશે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેસની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એજાઝને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. પોલીસે કહ્યું છે કે, આ કેસમાં તમામ તથ્યોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જો આરોપો સાચા સાબિત થશે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એજાઝ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે, એજાઝ ખાનનો રિયાલિટી શો `હાઉસ અરેસ્ટ` ઉલ્લુ એપ પર આવતો હતો. તેની કેટલીક ક્લિપ્સ સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ હતી. વાયરલ ક્લિપ્સમાં એજાઝ સ્પર્ધકો સાથે અભદ્ર હરકતો કરતો જોવા મળ્યો હતો. એક ક્લિપમાં એજાઝે છોકરીઓના કપડાં ઉતારવાની વાત કરી હતી. બીજી ક્લિપમાં તે ખોટા શબ્દોનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. એજાઝના આ રિયાલિટી શો પર રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women)એ હંગામો મચાવ્યો હતો. તે જ સમયે, બજરંગ દળ (Bajrang Dal) દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલમાં, આ શોના એપિસોડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ajaz khan bigg boss 7 Bigg Boss Crime News mumbai crime news charkop mumbai police Rape Case mumbai mumbai news indian television television news entertainment news