23 January, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષયે પત્ની ટ્વિન્કલની નારાજગી વિશે એક મજેદાર ખુલાસો કર્યો
અક્ષય કુમાર નવા રિયલિટી શો ‘ધ વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ના હોસ્ટ તરીકે ટેલિવિઝન પર જોવા મળશે. શોના અનેક પ્રોમો સામે આવી ચૂક્યા છે અને પહેલો એપિસોડ મજેદાર બનવાનો છે. આ એપિસોડમાં રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ અને શ્રેયસ તલપડે મહેમાન તરીકે જોવા મળશે. આ શોના પ્રોમોમાં અક્ષય પત્ની ટ્વિન્કલ ખન્ના વિશે રસપ્રદ વાતો કરતો જોવા મળે છે.
આ પ્રોમોમાં અક્ષયે પત્ની ટ્વિન્કલની નારાજગી વિશે એક મજેદાર ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘મારી પત્ની થોડી અલગ છે. જ્યારે મારી પત્ની મારા પર ગુસ્સે થાય છે ત્યારે એ વાતની હું સૂવા જાઉં ત્યારે ખબર પડે છે, કારણ કે મારા તરફનો બેડ ભીંજાયેલો હોય છે. ગુસ્સામાં ટ્વિન્કલ મારી તરફના બેડ પર પાણી રેડી દે છે.’
અક્ષયના આ ખુલાસા બાદ રિતેશ, જેનેલિયા અને શ્રેયસ તલપડે હસી પડ્યાં અને આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.