કૌન બનેગા કરોડપતિ 16ના શૂટિંગની શરૂઆત કરી અમિતાભ બચ્ચને

27 July, 2024 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનેક વર્ષોથી તેઓ આ ક્વિઝ શો દ્વારા લોકોને કરોડપતિ બનાવતા આવ્યા છે

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 16’નું શૂટિંગ ગુરુવારથી શરૂ કરી દીધું છે. દેવીઓં ઔર સજ્જનોં કહીને લોકોનું સ્વાગત કરવાની અમિતાભ બચ્ચનની જે સ્ટાઇલ છે એ ખરેખર પ્રશંસનીય છે. અનેક વર્ષોથી તેઓ આ ક્વિઝ શો દ્વારા લોકોને કરોડપતિ બનાવતા આવ્યા છે. સોની પર એની શરૂઆત થવાની છે. શોનું શૂટિંગ શરૂ થતાં સેટ પરનો ફોટો બ્લૉગ પર શૅર કરીને અમિતાભ બચ્ચને લખ્યું, ‘‘કૌન બનેગા કરોડપતિ 16’નો પહેલો દિવસ હતો. બદલાવનો ડર, શંકા અને તનાવ, દર્શકોનું ગ્રહણશીલ હોવું એ બધું વિચારતાં ધક-ધક વધી ગયું છે. લોકોનો પ્રેમ આજે પણ કાયમ છે. સેટ પરથી પાછા ફરતી વખતે મુશળધાર વરસાદને કારણે મને લાગ્યું કે ઘરે તરીને જવું પડશે. હૉટ સીટ પર આવતા લોકો પાસેથી મને ઘણુંબધું શીખવા મળ્યું છે. તેમના વિચાર, તેમનું જીવન, તેમનો સંઘર્ષ અને તેમનો દૃઢ વિશ્વાસ કે મહેનત કરવાથી બધું મળે છે એ પ્રેરિત કરે છે. કેટલાક લોકોનું જીવન ભાવુક કરે છે. તેમની જીતથી મને અતિશય ખુશી થાય છે. ભગવાનની કૃપા હંમેશાં તેમના પર રહે.’

kaun banega crorepati amitabh bachchan television news indian television entertainment news