23 July, 2024 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન ભોજાણી
લાખો-કરોડો લોકોને હસાવનાર દેવેન ભોજાણીના મૃત્યુના સમાચાર વહેતા થતાં તેમણે પોતે સોશ્યલ મીડિયા પર જીવિત હોવાની વાત કહી છે. ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’, ‘દેખ ભાઈ દેખ’, ‘ઑફિસ ઑફિસ’ અને ‘ખિચડી’ જેવા શોમાં અને ઘણી ફિલ્મો દ્વારા લોકોને હસાવનાર દેવેન ભોજાણીને સોશ્યલ મીડિયા પર લોકો શોકસંદેશ મોકલી રહ્યા હતા. લાખો-કરોડો લોકોને હસાવનાર વ્યક્તિનું મૃત્યુ થયું એ જાણી ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે એવા મેસેજ તેમને સોશ્યલ મીડિયા પર કરવામાં આવી રહ્યા હતા. આ અફવાને અટકાવતાં દેવેન ભોજાણીએ કહ્યું હતું કે ‘હેલો! હેલો! હેલો! હું જીવિત છું યાર.’