ગૌરવ ઘરમાંથી બહાર નીકળશે ત્યારે હું તેની સાથે કામ કરીશ

01 December, 2025 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોસ્ટ સલમાન ખાને બિગ બૉસ 19ના સ્પર્ધકને કર્યો આવો વાયદો

ફાઇલ તસવીર

‘બિગ બૉસ 19’ના ‘વીક-એન્ડ કા વાર’માં સલમાન ખાને શોના સ્પર્ધક ગૌરવ ખન્ના સાથે તેના કામ અને તેની ગેમ અંગે વાત કરી હતી. શોમાં સલમાને અન્ય સ્પર્ધકોને પૂછ્યું કે ગૌરવ જે છબિ બધાને બતાવે છે એ સાચી છે કે ખોટી? આનો જવાબ આપતાં ઘરવાળાઓએ કહ્યું કે એ મોટા ભાગે સાચી લાગી રહી છે.

સલમાને પછી ગૌરવની પ્રશંસા કરતાં કહ્યું કે ‘મને લાગતું નથી કે કોઈ વ્યક્તિ પોતાની સાચી પર્સનાલિટી આટલા લાંબા સમય સુધી છુપાવી શકે. ગૌરવની ગેમ શરૂઆતથી જ એકસરખી રહી છે. તેણે કોઈ સાથે જબરદસ્તી ઝઘડો કર્યો નથી. તે લોકોને ઑબ્ઝર્વ કરે છે અને સીધી વાત કરે છે. હું ગૌરવને દાદ આપું છું કે તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો છે. ખબર નથી કે તે  જીતશે કે નહીં, પણ હું વાયદો કરું છું કે ગૌરવ ઘરથી બહાર નીકળશે ત્યારે હું તેની સાથે કામ કરીશ.’

gaurav khanna Salman Khan bigg boss 19 Bigg Boss entertainment news tv show indian television television news