આજા મેરી રિક્ષા મેં બૈઠ જા

29 September, 2021 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાથથી ચલાવવામાં આવતી રિક્ષા ચલાવતો ફોટો શૅર કરીને ગુરમિતે કૅપ્શન આપી હતી, ‘કલકત્તાના વર્ષો જૂના ટ્રેડિશનનો અનુભવ કરવા માગતો હતો, પરંતુ મને કોઈ વ્યક્તિ દ્વારા ખેંચવામાં આવે એ મંજૂર નહોતું.

આજા મેરી રિક્ષા મેં બૈઠ જા

ગુરમિત ચૌધરી હાલમાં તેની પત્ની દેબિના બૉનરજીના હોમટાઉન કલકત્તામાં સમય પસાર કરી રહ્યો છે. તે ત્યાં તેની પત્ની સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવાની સાથે લોકલ બિઝનેસને પણ પ્રમોટ કરી રહ્યો છે. સોનુ સૂદના કામથી પ્રેરિત થઈને તેણે પણ લોકોની સેવા કરવાનું શરૂ કર્યું છે અને લોકલ બિઝનેસ પણ પ્રમોટ કરી રહ્યો છે. હાથથી ચલાવવામાં આવતી રિક્ષા ચલાવતો ફોટો શૅર કરીને ગુરમિતે કૅપ્શન આપી હતી, ‘કલકત્તાના વર્ષો જૂના ટ્રેડિશનનો અનુભવ કરવા માગતો હતો, પરંતુ મને કોઈ વ્યક્તિ દ્વારા ખેંચવામાં આવે એ મંજૂર નહોતું. મહિન્દરજીને મળો, તેઓ પહેલાં મારા દ્વારા ખેંચવામાં આવે એ વાતથી સહમત નહોતા, પરંતુ ત્યાર બાદ તેમણે ખૂબ મજા લીધી હતી. તેમના ચહેરા પર સ્માઇલ લાવવી અને હાથરિક્ષા ચલાવ્યા બાદ અહેસાસ થયો કે આ ખૂબ જ મુશ્કેલ કામ છે.’

television news indian television entertainment news gurmeet choudhary