ગણપતિબાપ્પા મોરયા

09 September, 2021 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારે ગણેશ ચતુર્થી છે અને એથી જ સંજય દત્ત બાપ્પાની મૂર્તિ સાથે આ શોમાં દાખલ થશે. આ શોમાં સંજય દત્ત જજિસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા, અનુરાગ બાસુ અને ગીતા કપૂર સાથે મસ્તી કરતો જોવા મળશે

ગણપતિબાપ્પા મોરયા

સંજય દત્ત હવે ‘સુપર ડાન્સર – ચૅપ્ટર 4’ના ગણપતિ સ્પેશ્યલ એપિસોડમાં જોવા મળશે. શુક્રવારે ગણેશ ચતુર્થી છે અને એથી જ સંજય દત્ત બાપ્પાની મૂર્તિ સાથે આ શોમાં દાખલ થશે. આ શોમાં સંજય દત્ત જજિસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા, અનુરાગ બાસુ અને ગીતા કપૂર સાથે મસ્તી કરતો જોવા મળશે. તેમ જ તે શિલ્પા સાથે ડાન્સ પણ કરશે. શોના સ્પર્ધકો સંજય દત્તનાં હિટ ગીતો પણ થનગનતા જોવા મળશે. આ શોમાં હાલમાં ૧૩ સ્પર્ધક છે અને આ વીક-એન્ડમાં સુપર 10 સ્પર્ધકની પણ જાહેરાત કરવામાં આવશે.

television news indian television entertainment news sanjay dutt bollywood news bollywood bollywood gossips