Ganesh Chaturthi 2021 : ટીવી સેલેબ્ઝના ઘરે આવ્યા ઇકો-ફ્રેન્ડલી બાપ્પા

10 September, 2021 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોટા ભાગના ટીવી સેલેબ્ઝે પર્યાવરણનો વિચાર કરીને માટીની મૂર્તિની સ્થાપના કરી છે : એકતા કપૂર, અર્જુન બિજલાની, રુબિના દિલૈક સહિતના સેલેબ્ઝે શૅર કરી સેલિબ્રેશનની તસવીરો

એકતા કપૂર, અર્જુન બિજલાની

કોરોના વાયરસને કારણે ભલે આ વર્ષે ગણેશોત્સવની ઉજવણીમાં નિયંત્રણો લાદવામાં આવ્યા હોય. પણ ભક્તિમાં કોઈ જ નિયંત્રણો નથી. ગણેશ ચર્તુથીના અવસરે અનેક ટીવી સેલેબ્ઝના ઘરમાં ગણપતિ બાપ્પાનું આગમન થયું છે. જેની તસવીરો તેમણે સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. કેટલાક સેલેબ્ઝે શુભેચ્છા આપતી પોસ્ટ પણ કરી છે. ખાસ વાત એ છે કે, આ વર્ષે મોટા ભાગના ટીવી સ્ટારના ઘરમાં ઇકો-ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી ગણપતિની મૂર્તિઓ છે.

આવો જોઈએ ટીવી સેલેબ્ઝનું ગણેશ ચર્તુથી સેલિબ્રેશન...

રુબિના દિલૈકે ગણપતિ બાપ્પાની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘વિધ્નહર્તા’.

અર્જુન બિજલાનીએ ઘરમાં બાપ્પાની બે મૂર્તિની સ્થાપના કરી હતી. જેમાંથી એક પંડાલમાંથી લાવવામાં આવી હતી અને બીજી નાની મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવી હતી. સાથે તેણે કૅપ્શનમાં લખ્યું હતું, ‘આખરે બાપ્પા ઘરે આવી ગયા છે. બધા માટે આભાર’.

બીજા વીડિયોમાં અર્જુન બિજલાનીએ તેના ઘરમાં થયેલી ઉજવણીની ઝલક શૅર કરી હતી.

પ્રોડ્યુસર એકતા કપૂરે ગણપતિ બાપ્પા સાથે દીકરા રાવીની તસવીર શૅર કરતા લખ્યું હતું કે, ‘ગણપતિ બાપ્પા મૌર્યા! નવી શરુઆત અને સંપત્તિના ભગવાન ગણપતિ. અમને બધાને આર્શિવાદ આપો. ઓમ ગણપતેય નમઃ’.

રિત્વિક ધનજાનીએ માટીમાંથી બાપ્પાની મૂર્તિ બનાવી હતી. બાપ્પાના આગમન અને તેમની પ્રાર્થના કરતી તસવીરો શૅર કરી હતી.

કરણવીર બોહરાએ પણ માટીમાંથી ગણપતિ બનાવ્યા હતા. તેણે રિત્વિક ધનજાની પાસેથી માટી લીધી હોવાનું પોસ્ટમાં જણાવ્યું હતું.

ઈશિતા દત્તાએ પણ જાતે માટીમાંથી ગણપતિ બનાવ્યા હતા. વીડિયો શૅર કરતા તેણે કૅપ્શનમાં લખ્યું હતું, ‘આ વર્ષે મારા પોતાના ઇકો-ફ્રેન્ડલી ગણપતિ બનાવીને તેમના આશીર્વાદ સ્વીકાર્યા.’

અદિતિ મલિકે દીકરાની મુલાકાત બાપ્પા સાથે થઈ તેની તસવીર શૅર કરી હતી.

ગુરમિત ચૌધરીએ ઘરે જ માટીમાંથી ગણપતિ બનાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, ‘આ લાગણી બહુ અનમોલ છે’. ગણપતિ બનાવતી તસવીરો અને ગણેશ ચતુર્થીની તસવીરો શૅર કરી હતી.

<

ગુરમિત ચૌધરીની પત્ની અને અભિનેત્રી દેબિના બેનરજીએ ઘરના ગણપતિની સુંદર તસવીરો શૅર કરી હતી.

દેવોલિના ભટ્ટાચાર્યએ તસવીરો અને આઈજીટીવી વીડિયો શૅર કર્યો હતો.

નવપરણીત રાહુલ વૈદ્યએ પત્ની દિશા પરમાર સાથે ગણેશ ચર્તુથીની ઉજવણી કરી હતી.

કામ્યા પંજાબીએ તસવીર શૅર કરવાની સાથે લખ્યું હતું, ‘ગણપતિ બાપ્પા મોરયા’.

શેફાલી જરીવાલાએ લખ્યું હતું, ‘બાપ્પા આયે હમારે ઘર’.

ઉર્ફી જાવેદના ઘરે પહેલી વાર બાપ્પાનું આગમન થયું હતું.

આઈશા શર્માએ પતિ નીલ ભટ્ટ સાથે ગણેશ વંદના પર નૃત્ય કરતો વીડિયો શૅર કર્યો હતો.

entertainment news indian television television news ganesh chaturthi ganpati kamya punjabi rahul vaidya disha parmar devoleena bhattacharjee gurmeet choudhary ishita dutta karanvir bohra rithvik dhanjani ekta kapoor arjun bijlani rubina dilaik