28 August, 2025 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સેલેબ્ઝ પહોંચ્યા બાપ્પાને લેવા (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
આજે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2025) છે. લોકપ્રિય ટીવી સેલેબ્ઝ ભક્તિ અને ભવ્યતા સાથે આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. વિદ્વતા, સમૃદ્ધિ અને નવી શરૂઆતના દેવતા ભગવાન ગણેશના સન્માનમાં ઉજવવામાં આવતા આ ઉત્સવમાં ટીવીના સ્ટાર્સ જોઈડા ગયા છે. આજે ૨૭ ઓગસ્ટે ગણેશ ચતુર્થીનો તહેવાર છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઘણા સેલેબ્સ દર વર્ષે આ પરંપરાનું પાલન કરે છે અને પોતાના ઘરમાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે. આ વખતે પણ ટીવી સ્ટાર્સ અંકિતા લોખંડે (Ankita Lokhande)થી લઈને ભારતી સિંહ (Bharti Singh) સુધી, બધાએ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અર્જુન બિજલાની (Arjun Bijlani), ગુરમિત ચૌધરી (Gurmeet Choudhary), આરતી સિંહ (Arti Singh), યુવિકા ચૌધરી (Yuvika Chaudhary) આ બધા સેલેબ્ઝના ઘરે બાપ્પાને ધૂમધામથી લાવવામાં આવ્યા છે. તેમના ગણેશ આગમનની કેટલીક તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે ચાલો જોઈએ તેની એક ઝલક…
ભારતી સિંહે પરિવાર સાથે કર્યું બાપ્પાનું સ્વાગત
કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ ગણેશ ચતુર્થી પહેલા બાપ્પાનું સ્વાગત કર્યું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, હર્ષ અને ભારતી તેમના પુત્ર ગોલા સાથે ગણપતિની મૂર્તિ ઘરે લાવતા જોવા મળે છે. તેઓ મૂર્તિની પૂજા પણ કરતા જોવા મળે છે. ભારતી અને હર્ષ દર વર્ષે બાયોડિગ્રેડેબલ માટીની મૂર્તિઓ પસંદ કરે છે. ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ ઘણીવાર તેમના ઉજવણીની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરે છે.
અંકિતા લોખંડેના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા
અંકિતા લોખંડેએ તેની માતા સાથે બાપ્પાનું સ્વાગત કરતી જોવા મળી હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, અભિનેત્રી પહેલા ગણપતિની મૂર્તિ પર તિલક લગાવે છે. પછી તે તેમની પૂજા કરતી જોવા મળે છે. અંકિતાના ચહેરા પર બાપ્પાને ઘરે લાવવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ગુરમિત ચૌધરીના ઘરે પધાર્યા બાપ્પા
ગુરમિત ચૌધરી અને દેબીના બોનરજી બન્ને દીકરીઓ સાથે ગણપતિ બાપ્પા લેવા આવ્યા હતા.
અર્જુન બિજલાનીના ઘરે બાપ્પાનું આગમન
અભિનેતા અર્જુન બિજલાની પત્ની નેહા સ્વામી અને દીકરા અયાન સાથે પારંપારિક વસ્ત્રોમાં સજ્જ થઈને બાપ્પાને લેવા પહોંચ્યા હતા.
યુવિકા ચૌધરીએ બાપ્પાને લેવા દીકરા સાથે પહોંચી
અભિનેત્રી યુવિકા ચૌધરી ગણપતિ બાપ્પાને લેવા દીકરા સાથે પહોંચી હતી.
ઘનશ્રી વર્મા ગણપતિ લેવા પહોંચી
કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના ઘરે પણ ગણપતિ બાપ્પા આવ્યા છે. તે પંડાલમાંથી ગણપતિ બાપ્પાને લઈ જતી જોવા મળી હતી.
આરતી સિંહ ગણપતિનું સ્વાગત કરવા પહોંચી
અભિનેત્રી આરતી સિંહ પતિ સાથે ગણપતિ બાપ્પા લેવા પહોંચી હતી.
ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓથી લઈને સંગીતમય વિદાય સુધી, ટીવી સ્ટાર્સ પરંપરા અને આધુનિક મૂલ્યો કેવી રીતે એક સાથે આવી શકે છે તેનું એક તેજસ્વી ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે.