28 October, 2025 07:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રણીત મોરે અને બસીર અલી (તસવીર: મિડ-ડે)
હાલમાં જ બિગ બૉસ ૧૯ ના સ્પર્ધક અને સ્પ્લિટ્સવિલા ફેમ અભિનેતા બસીર અલીએ સાથી સ્પર્ધક કૉમેડિયન પ્રણીત મોરે પર ગંભીર આરોપો લગાવ્યા છે. શો દરમિયાન, પ્રણીતે બસીર વિશે ખૂબ જ વાંધાજનક ટિપ્પણી કરી હતી. એપિસોડમાં, પ્રણીતે કહ્યું, "ઇસકો તો ઇસ્કી બહેન ભી ચલેગી." આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, પરંતુ બસીરને ઘર છોડ્યા પછી જ આ વિશે ખબર પડી હતી. આ સાથે બસીરે એવો પણ દાવો કર્યો છે કે તે ટિપ્પણી કૅમેરા સામે થઈ હતી અને ટીવી પર પણ દેખાડવામાં આવી હતી.
ઇન્ટરવ્યૂમાં બસીરે શું કહ્યું?
તાજેતરની એક મુલાકાતમાં, બસીરે કહ્યું, "પ્રણીતે મારા વિશે `ઇસકો તો ઇસ્કી બહેન ભી ચલેગી` એવું કહ્યું. બિગ બૉસની કોઈપણ સીઝનમાં આવું ક્યારેય બન્યું નથી. કોઈ પણ સ્પર્ધકે ક્યારેય કોઈની પણ બહેનનો ઉલ્લેખ કરીને ક્યારેય કોઈની મજાક ઉડાવી નથી. મેં આ ક્લિપ સોશિયલ મીડિયા પર વ્યક્તિગત રીતે જોઈ. મેં તેને સેવ કરી છે અને ટૂંક સમયમાં તેને ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરીશ."
શો અને સલમાન ખાન પર પ્રશ્નો ઉઠાવ્યા
બસીરે એ પણ પ્રશ્ન કર્યો કે શોના નિર્માતાઓ કે હોસ્ટ સલમાન ખાને આ બાબતે કોઈ પગલાં કેમ લીધા નહીં. તેમણે કહ્યું, "જ્યારે હું ઘરની અંદર હતો ત્યારે મને આ વાતની ખબર નહોતી. જો મને ખબર હોત, તો હું પ્રણીતને ક્યારેય જવા દેત નહીં. તે સમયે અવેજ દરબાર પણ ત્યાં હસતો બેઠો હતો. અભિષેક બજાજ પણ હાજર હતો. મને સ્પષ્ટપણે યાદ છે કે આ ત્રણેય ચહેરા આ સાંભળીને જ હસી રહ્યા હતા." બસીરે આગળ કહ્યું, "મને અપેક્ષા નથી કે સલમાન ખાન કે બિગ બૉસ મારા માટે ઉભા થશે, પરંતુ તેઓ ઓછામાં ઓછું મને આ વિશે કહી શક્યા હોત. મને સમજાતું નથી કે તેઓએ આ વાત મારાથી કેમ છુપાવી."
Baseer Addresses Pranit’s: “Isko iski behen bhi chalegi` Jibe
byu/kameueda inbiggboss
શોમાં પાછલો વિવાદ
બિગ બૉસ ૧૯ દરમિયાન બસીર અને પ્રણીત વચ્ચે પહેલા પણ ઉગ્ર દલીલો થઈ છે. ગયા મહિને, ગાયક અમાલ મલિકે મજાકમાં પ્રણીતને ‘ઝાઝુ’ (લાયન કિંગ ફિલ્મનું એક પક્ષીનું પાત્ર) કહ્યો હતો. આ વાત બન્ને વચ્ચે દલીલમાં પરિણમી, જેના કારણે શાબ્દિક વીબડ અને વ્યક્તિગત ટિપ્પણીઓ પણ એક બીજા પર થઈ હતી.
સોશિયલ મીડિયા પર શું કહ્યું
“બસીર અલીની નારાજગી સ્પષ્ટ કરી છે, બિગ બૉસ જેવા મોટા શો પર આવી ટિપ્પણીઓ માત્ર અસ્વીકાર્ય જ નથી પણ શોની શિષ્ટાચારની વિરુદ્ધ પણ છે,’ એવું યુઝર્સ સોશિયલ મીડિયા પર કહીં રહ્યા છે. બસીરના આરોપો બાદ બિગ બૉસના નિર્માતાઓ કે પ્રણીત મોરે શું પ્રતિક્રિયા આપશે તે હવે જોવાનું બાકી છે.